કેન્દ્રીય અપ્રત્યક્ષ કર અને સીમા શુલ્ક બોર્ડ (સીબીઆઈસી)એ સોમવારે વધુ 22 વરિષ્ઠ અધિકારીઓને ભ્રષ્ટાચાર અને અન્ય આરોપોને કારણે ફરિયાતપણે રિટાયર કરી દીધા છે. આ અધિકારીઓ પર જાહેરહિતમાં મૂળભૂત નિયમ 56(જે) હેઠળ ફરજિયાત રિટાયર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. એનએનઆઈ પ્રમાણે, આ અધિકારી અધિક્ષક/એઓ રેન્કાના છે.
આના પહેલા સરકારે સીબીઆઈસીના 15 વરિષ્ઠ અદિકારીઓને ફરજિયાત રિટાયર કર્યા હતા. આ અધિકારીઓ સીબીઆઈસીના મુખ્ય કમિશનર, કમિશનર અને નાયબ કમિશનર રેન્કના હતા. તેમાં 1985ની બેચના આઈઆરએસ અશોક અગ્રવાલનું નામ સૌથી ઉપર છે. ઈન્કમટેક્સ વિભાગમાં જોઈન્ટ કમિશનર રેન્કના અધિકારી અગ્રવાલ ઈડીના સંયુક્ત નિદેશક રહી ચુક્યા છે અને ભ્રષ્ટાચારના આરોપમાં 1999થી 2014 સુધી સસ્પેન્ડ રહ્યા હતા.
તો 10મી જૂને નાણાં મંત્રાલયે ભ્રષ્ટાચારના આરોપમાં સંડોવાયેલા 12 વરિષ્ઠ અધિકારીઓને અનિવાર્યપણે રિટાયર કરી દીધા હતા. આ અધિકારીઓમાં ઈન્કમટેક્સ વિભાગના ચીફ કમિશનર સાથે પ્રિન્સિપલ કમિશનર જેવા પદો પર તેનાત રહેલા અધિકારી પણ સામેલ હતા.