1. Home
  2. revoinews
  3. યુપીએ સરકારમાં થયેલા વિમાન સોદામાં કથિત લાંચ મામલે IAF અધિકારીઓ અને સ્વિસ કંપની પર CBIએ કર્યો કેસ
યુપીએ સરકારમાં થયેલા વિમાન સોદામાં કથિત લાંચ મામલે IAF અધિકારીઓ અને સ્વિસ કંપની પર CBIએ કર્યો કેસ

યુપીએ સરકારમાં થયેલા વિમાન સોદામાં કથિત લાંચ મામલે IAF અધિકારીઓ અને સ્વિસ કંપની પર CBIએ કર્યો કેસ

0
Social Share

નવી દિલ્હી : સીબીઆઈએ 2009માં 75 મૂળભૂત ટ્રેનર વિમાનોની ખરીદીમાં કથિત અનિયમિતતાઓને ળઈને વાયુસેના, સંરક્ષણ મંત્રાલયના અજ્ઞાત અધિકારીઓ, હથિયાર ડીલર સંજય ભંડારી અને સ્વિટ્ઝરલેન્ડ્ની વિમાન કંપની પિલેટ્સ એરક્રાફ્ટ લિમિટેડના અધિકારીઓ વિરુદ્ધ મામલો દાખલ કર્યો છે. સીબીઆઈનો આરોપ છે કે આ સોદામાં કથિતપણે 339 કરોડ રૂપિયાની લાંચ આપવામાં આવી છે.

સીબીઆઈએ શુક્રવારે સંજય ભંડારી અને અન્ય આરોપીઓના ઠેકાણા પર દિલ્હી તથા આસપાસના વિસ્તારમાં દરોડા પાડયા છે. અધિકારીએ કહ્યુ છે કે ઘણાં અન્ય સ્થાનો પર દરોડા પાડવામાં આવશે. સીબીઆઈ તરફથી નોંધવામાં આવેલી એફઆઈઆરમાં હથિયાર ડીલર સંજય ભંડારીની કંપનીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેની ઓફિસ દિલ્હીના પંચશીલ પાર્કમાં છે.

ટ્રેનર એરક્રાફ્ટનો ઉપયોગ એરફોર્સમાં સામેલ થનારા કેડેટ્સને ઉડાણ ભરતા શીખવવા માટે કરવામાં વે છે. ભારતીય વાયુસેનાએ સ્વદેશી HTP-32માં સતત ખામીઓ આવ્યા બાદ પોતાના ઓપરેશન બંધ કર્યા બાદ પિલેટ્સ વિમાન ખરીદવાનો નિર્ણય કર્યો હતો. મનમોહનસિંહ સરકારે 75 પિલેટ્સ વિમાન ખરીદવા માટે 2896 કરોડ રૂપિયાન ડીલ કરી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code