1. Home
  2. revoinews
  3. સ્ટડી ટૂર પર મણિપુર ગયા હતા બિહારના ધારાસભ્યો, સામે આવી યુવતી સાથે જબરદસ્તી કરતી તસવીર!
સ્ટડી ટૂર પર મણિપુર ગયા હતા બિહારના ધારાસભ્યો, સામે આવી યુવતી સાથે જબરદસ્તી કરતી તસવીર!

સ્ટડી ટૂર પર મણિપુર ગયા હતા બિહારના ધારાસભ્યો, સામે આવી યુવતી સાથે જબરદસ્તી કરતી તસવીર!

0
Social Share

સ્ટડી ટૂર પર મણિપુર ગયેલા બિહારના ધારાસભ્યોની શરમજનક કરતૂત સામે આવી છે. બિહારના ધારાસભ્યો અહીં ભારત-મ્યાંમાર સીમા પાસે આવેલા મોરે શહેરમાં યુવતીઓ સાથે જબરદસ્તી કરતા કેમેરામાં કેદ થઈ ગયા છે. ધારાસભ્યોની આવી હરકતનો વીડિયો પણ વાઈરલ થયો છે.

મણિપુરના સ્થાનિક અખબાર ઈમ્ફાલ ટાઈમ્સે બિહારના આ ધારાસભ્યોની કરતૂતના સમાચાર પ્રકાશિત કર્યા છે. અખબારમાં પીએમ મોદીની એક્ટ ઈસ્ટ પોલિસીને ટાંકીને ધારાસભ્યોની આવી શરમજનક કરતૂત પર સવાલ ઉઠાવવામાં આવ્યો છે. વીડિયોમાં ધારાસભ્ય યુવતીઓ સાથે ડાન્સ કરતા તેમને બળજબરીથી ગળે લગાવવાની કોશિશ કરતા દેખાઈ રહ્યા છે.

તો યુવતી ધારાસભ્યની હરકતનો વિરોધ કરતા વારંવાર તેનો હાથ હટાવવાની કોશિશ કરતી દેખાઈ રહી છે. બિહારના ચાર ધારાસભ્યોની એક ટીમ પહેલી જૂને સ્ટડી ટૂર માટે મણિપુર પહોંચી હતી. આ સ્ટડી ટૂરમાં સત્તાધારી પક્ષની સાથે જ વિપક્ષી દળના પણ ધારાસભ્ય સામેલ હતા.

આ ટૂર ભારત સરકારની એક્ટ ઈસ્ટ પોલિસીના કાર્યક્રમ હેઠળ વિકાસ કાર્યક્રમોનું નિરીક્ષણ કરવા માટે ગઈ હતી. ઈમ્ફાલ ટાઈમ્સે જો કે  ઈમ્ફાલ ટાઈમ્સ એ જાણકારી મેળવી શક્યું નથી કે આ ધારાસભ્યોની આ યાત્રા પર સરકારી ખજાનામાંથી કેટલા નાણાં ખર્ચ થયા છે. પરંતુ ધારાસભ્યોને યુવતીઓ સાથે ડાન્સ અને જબરદસ્તી કરતા કેમેરામાં કેદ કરી લીધા છે.

અખબારે લખ્યું છે કે આ પહેલીવાર નથી કે જ્યારે આવા પ્રકારની કોઈ ઘટના સામે આવી છે. અખબારનું કહેવું છે કે અહી આવી ઘણી ઘટનાઓ થાય છે કે જેમાં વીઆઈપી, વીવીઆઈપી આ શહેરને સેક્સ ડેસ્ટિનેશન સમજીને આવે છે. જો કે પુરતા પુરાવાના અભાવમાં આવા પ્રકારની અનૈતિક ગતિવિધિઓ પડદા પાછળથી સંચાલિત થતી રહે છે.

ઈમ્ફાલ ટાઈમ્સે કોચ ઈન કેમેરા- બિહાર એમએલએઝ એન્જોય સેક્સી ડાન્સ વિથ લોકલ ગર્લ્સ ઈન ઈન્ડો-મ્યાંમાર બોર્ડર ટાઉન, ઈઝ ધીસ ધ અગ્લી ટ્રુથ ઓફ એક્ટ ઈસ્ટ પોલિસી?- શીર્ષ હેઠળ સમગ્ર અહેવાલને પ્રકાશિત કર્યો છે.

ઈમ્ફાલ ટાઈમ્સના અહેવાલ મુજબ, બિહાર વિધાનસભાની ઈન્ટરનલ રિસોર્સ અને સેન્ટ્રલ આસિસ્ટન્સની કમિટીના સદસ્યો સ્ટડી ટૂર માટે ગત સપ્તાહે મણિપુર વિધાનસભાની મુલાકાતે ગયા હતા. આ ટીમને સુપૌલની પિપરા વિધાનસભા બેઠક પરથી આરજેડીના ધારાસભ્ય યદુવાંચકુમાર યાદવ કમિટીના ચેરમેનની રુએ ટીમની આગેવાની કરી હતી. અન્ય સદસ્યોમાં ઈસ્ટ ચંપારણની કલ્યાનપુર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય સચિન પ્રસાદ સિંહ, સમસ્તીપુરની હસનપુર બેઠક પરથી જેડીયુના ધારાસભ્ય રાજકુમાર રાય, વૈશાલીની અનુસૂચિત જાતિ માટેની અનામત રાજા પકર બેઠક પરથી આરજેડીના ધારાસભ્ય શિવચંદ્ર રામનો સમાવેશ થાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code