1. Home
  2. revoinews
  3. સુરતમાં હવે રત્ન કલાકારો પણ ચડ્યાં કોરોનાની ઝપટમાં : 7 ડાયમંડ પેઢી કરાઈ બંધ
સુરતમાં હવે રત્ન કલાકારો પણ ચડ્યાં કોરોનાની ઝપટમાં : 7 ડાયમંડ પેઢી કરાઈ બંધ

સુરતમાં હવે રત્ન કલાકારો પણ ચડ્યાં કોરોનાની ઝપટમાં : 7 ડાયમંડ પેઢી કરાઈ બંધ

0
  • અનલોકમાં હિરાના કારખાના થયા શરૂ
  • 24 કલાકમાં સુરતના કોરોનાના 60થી વધારે કેસ નોંધાયાં

અમદાવાદઃ ગુજરાતની ડાયમન્ડ સિટી સુરતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. અનલોકમાં હિરાના કારખાનાઓ શરૂ થતાની સાથે જ હવે રત્ન કલાકારો પણ કોરોનાની ઝપટમાં આવી રહ્યાં છે. 12 રત્ન કલાકાર અને 2 હિરા વ્યવસાયીના રિપોર્ટ પોઝિટિવ આવતા હિરા વ્યવસાયીઓ અને રત્ન કલાકારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. બીજી તરફ જે હિરાની પેઢીઓમાં કેસ પોઝિટિવ આવ્યાં છે તેને બંધ કરવામાં આવ્યાં છે. કતારગામ ઝોનમાં લગભગ 7 જેટલી પેઢીઓને હાલ બંધ કરવામાં આવી છે.

સુરતમાં અનલોકમાં હિરાના કારખાનાઓ ફરીથી ધમધમતા થયાં છે. સરકારની ગાઈડલાઈન અનુસાર જ હિરાના કારખાનામાં કામ શરૂ કરવામાં આવ્યું છે. બીજી તરફ હવે કેટલાક રત્ન કલાકારોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ મનપા કમિશનર દ્વારા આવા યુનિટો સામે કડક કાર્યવાહી કરવા આદેશ પણ આપવામાં આવ્યો છે. જે પણ યુનિટોમાં કેસો આવે તેને હાલમાં બંધ કરાવી દેવામાં આવે છે. બીજી તરફ જે તે યુનિટમાં રત્ન કલાકારનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છતા પણ ધમધમતા હોય તેની સામે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કેટલાક રત્ન કલાકારોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના સંપર્કમાં આવેલા લોકોને શોધીને ક્વોરન્ટીન કરવામાં આવી રહ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં 24 કલાકમાં કોરોના વાયરસના 65 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. જ્યારે 64 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યાં હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.