- હાલમાં સ્ટોક માર્કેટમાં વોલેટિલિટી છત્તાં સરકાર 1 લાખ કરોડ એકત્ર કરશે
- આ નાણાં સરકારી કંપનીઓમાં શેર્સ વેચીને એકત્ર કરવામાં આવશે
- સરકાર 2.1 લાખ કરોડનું ભંડોળ એકત્રીત કરવાની યોજના ધરાવે છે
નવી દિલ્હી: હાલમાં શેર માર્કેટમાં વોલેટિલિટી જોવા મળી રહી હોવા છત્તાં કેન્દ્ર સરકાર આ વર્ષે એક લાખ કરોડ રૂપિયા એકત્ર કરી શકે છે. આ નાણાં સરકારી કંપનીઓમાં શેર્સ વેચીને એકત્ર કરવામાં આવશે. આ નાણાં સરકારી કંપનીઓમાં શેર્સ વેચીને એકત્ર કરવામાં આવશે. આ નાણાંકીય વર્ષમાં સરકારે 2.1 લાખ કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય રાખ્યું હતું.
એક અહેવાલ અનુસાર, દેશની મુખ્ય ઓઇલ કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, કન્ટેનર કોર્પોરેશન અને આઇડીબીઆઇ બેંકમાં હિસ્સેદારી વેચ્યા બાદ પણ સરકાર લક્ષ્યથી ઘણે દૂર રહી શકે છે. કેન્દ્ર સરકારે છ માસિકમાં રૂ.12 લાખ કરોડની વધેલ ઉધાર મર્યાદાને ફેરફાર નહીં કરવાનું જાહેર કર્યું છે. સરકારે LICમાં 10 ટકા હિસ્સેદારી વેચીને 80 હજાર કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય રાખ્યું હતું. જો તે થઇ ગયું હોત તો સરકાર 2.10 લાખ કરોડ સરળતાથી એકત્રિત કરી શકે છે.
સરકાર કોનકોરમાં 30.8 ટકાની હિસ્સેદારી વેચવા માટે ઝડપથી ઈઓઆઈ જારી કરશે. સમય ઓછો હોવા છતાં તેને 31 માર્ચ સુધી પૂર્ણ કરવામાં આવી શકે છે. વર્તમાન શેર ભાવ પર તેના દ્વારા સરકારને 6957 કરોડ રૂપિયા મળી શકે છે.
આ રીતે શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં કેન્દ્ર સરકારની 63.75 ટકા હિસ્સેદારીનું મૂલ્ય 1,547 કરોડ રૂપિયા અને બીઈએમએલમાં 54.03 ટકા હિસ્સેદારી માટે 1,353 કરોડ રૂપિયા કિંમત છે. આ તમામ કંપનીઓ સરકાર ટૂંકસમયમાં જ હિસ્સેદારી વેચશે. આ ઉપરાંત પવન હંસ અને સેન્ટ્રલ ઇલેક્ટ્રોનિક્સનાં સ્ટ્રેટેજિક વેચાણની પણ ઝડપથી પ્રક્રિયા હાથ ધરાશે.
આ રીતે IRCTCમાં ઓફર ફોર સેલના માધ્યમથી સરકાર આશરે 15 ટકા જેટલી હિસ્સેદારી વેચશે. તેનાથી આજના ભાવે 3200 કરોડ રૂપિયા મળી શકે છે. મિશ્રા ધાતુ નિગમમાં પણ ઓફર ફોર સેલ દ્વારા 10 ટકા હિસ્સેદારી વેચીને 400 કરોડ એકત્ર થઇ શકે છે. વધુમાં ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશનના આઇપીઓથી 4000 કરોડ અને રેલટેલના આઇપીઓથી 1000 કરોડ રૂપિયા સરકારને મળી શકે છે.
(સંકેત)