Business: એર ઈન્ડિયા 300 કરોડ ભેગા કરવા પોતાની એસેટ્સ વેચશે
નવી દિલ્લી: એર ઈન્ડિયાની તકલીફ દિવસે ને દિવસે વધી રહી છે તેવું જાણકારો દ્વારા અનુંમાન તો લગાવવામાં આવી રહ્યું હતુ, પણ હવે એર ઈન્ડિયા દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે જે હવે જાણકારોના અનુમાનને સાચી કરી શકે છે.
ડિસઇન્વેસ્ટમેન્ટના માર્ગે આગળ વધી રહેલી સરકારી વિમાન કંપની એર ઇન્ડિયા દેશના અલગ અલગ ભાગોમાં રહેલ પોતાની કોમર્શિયલ અને રેસિડેન્શિયલ સંપત્તિ વેચીને 200થી 300 કરોડ રૂપિયા એકત્ર કરવા અંગે વિચાર કરી રહી છે.
એર ઇન્ડિયાએ 19 જૂનના રોજ સંપત્તિ માટે બોલી મંગાવી હતી હતી જેમાં ફ્લેટ અને જમીનનાં પ્લોટ સામેલ છે.
આ સંપત્તિઓની હરાજીથી એર ઇન્ડિયા એસેટ હોલ્ડિંગ લિમિટેડને આશરે ૨૦૦-૩૦૦ કરોડ રૂપિયા મળશે તેવો એક વરિ અધિકારીએ આશાવાદ વ્યક્ત કર્યો હતો.
એક જાહેર માહિતી અનુસાર એર ઇન્ડિયાએ એમએસટીસી થકી સમગ્ર દેશમાં હયાત પોતાની સંપત્તિઓ વેચવા માટે ઈ-ઓક્શન બીડ આમંત્રિત કરી છે. એક રેસિડેન્શિયલ પ્લોટ અને મુંબઈમાં એક ફ્લેટ, નવી દિલ્હીમાં 5 ફ્લેટ,બેગ્લોરમાં એક રેસિડેન્શિયલ પ્લોટ અને કોલકાતામાં રહેલા 4 ફ્લેટને વેચાણ માટે મુકવામાં આવ્યા છે.
માહિતી અનુસાર વેચાણ માટે ઔરંગાબાદમાં એક બુકીંગ ઓફિસ અને સ્ટાફ ક્વાર્ટર, ભુજમાં એરલાઈન હાઉસની સાથે એક રેસિડેન્શિયલ પ્લોટ, નાસિકમાં 6 ફ્લેટ, નાગપુરમાં બુકીંગ ઓફિસ અને તિરુવંતમપુરમમાં એક રેસિડેન્શિયલ પ્લોટ અને મેંગ્લોરમાં બે ફ્લેટ સામેલ છે.
ઉલ્લેખનીય છે કે એર ઈન્ડિયા નુક્સાનમાં ચાલી રહી હોય તેવા અનેકવાર સમાચાર પણ પ્રકાશિત થયા છે. હાલ તમામ પ્રકારના નુક્સાનને વાળી લેવા માટે અનેક પ્રકારના પગલા લેવામાં આવી રહ્યા છે.