- પંજાબ બોર્ડર પર ઝડપાયો હેરોઈનનો જથ્થો
- પાકિસ્તાનથી આવી રહી હતી હેરોઈનની ખેપ
- બીએસએફએ 3 કિલોગ્રામ હેરોઈન ઝડપી પાડયું
ફિરોઝપુર: પાકિસ્તાન તરફથી તસ્કરી દ્વારા ભારત પહોંચેલું ત્રણ કિલોગ્રામ હેરોઈન ઝડપાયું છે. આંતરરાષ્ટ્રીય સરહદ પર તેનાત બીએસએફે પાડોશી દેશમાંથી આવેલા હેરોઈનના જથ્થાને પંજાબના ફિરોઝપુરથી જપ્ત કર્યું છે.
બીએસએફ દ્વારા જપ્ત કરવામાં આવેલા હેરોઈનની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 15 કરોડ રૂપિયા હોવાનું આંકવામાં આવ્યું છે.
હેરોઈનની ખેપ બીએસએફની 136મી બટાલિયને ઝડપી પાડી છે.