- અભિનેતા બોમન ઈરાનીનું થશે સમ્માન
- 17મા બોલીવુડ ફેસ્ટિવલ નોર્વેમાં કરાશે સમ્માનિત
નવી દિલ્હી: બોલીવુડ અભિનેતા બોમન ઈરાનીને ભારતીય સિનેમામાં પોતાના અભૂતપૂર્વ યોગદાન માટે નોર્વેમાં આયોજીત થનારા 17મા બોલીવુડ ફેસ્ટિવલમાં સમ્માનિત કરવામાં આવશે. 59 વર્ષીય આ અભિનેતાએ કહ્યુ છે કે 17મી બોલીવુડ ફેસ્ટિવલ નોર્વેમાં મારા કામ માટે પુરસ્કૃત કરવું સમ્માનની વાત છે. હું એ તમામનો આભારી છું કે જેમણે વર્ષોથી મારા કામને પસંદ કર્યું છે અને મારી સફળતામાં યોગદાન આપ્યું છે. મને પણ દર્શકો સાથે વાતચીત કરવાની તાલાવેલી છે.
બોમન ઈરાની મુન્નાભાઈ સીરિઝ અને 3 ઈડિયટ્સ સહીત ઘણી અન્ય ફિલ્મોમાં પોતાના શ્રેષ્ઠ પ્રદર્શનને કારણે ચરિત્ર અભિનેતા તરીકે વિખ્યાત છે. આ સમારંભમાં તેઓ 1000થી વધારે સિનેમાપ્રેમીઓ સાથે ઈન્ટરેક્ટિવ સેશનમાં ભાગ લેવાના છે. આ સમારંભનું આયોજન 6 સપ્ટેમ્બરે ઓસ્લોમાં થશે.
જો વર્કફ્રંટ સંદર્ભે વાત કરવામાં આવે, તો બોમન ઈરાની ટૂંક સમયમાં કબીરખાનની ફિલ્મ 83માં નજરે પડશે. ફિલ્મમાં તેઓ દિગ્ગજ બેટ્સમેન અને વિકેટકીપર ફારુખ એન્જિનિયરનો કિરદાર નિભાવશે. ફારુખ એન્જિનિયરે ભારત માટે 46 ટેસ્ટ અને 5 વનડે મેચ રમી હતી. 81 વર્ષના ફારુખે ટેસ્ટમાં 2611 અને વનડેમાં 114 રન બનાવ્યા હતા.