1. Home
  2. revoinews
  3. બોલીવુડના સુપરસ્ટાર અજય દેવગનની OTT પ્લેટફોર્મ ઉપર થશે એન્ટ્રી
બોલીવુડના સુપરસ્ટાર અજય દેવગનની OTT પ્લેટફોર્મ ઉપર થશે એન્ટ્રી

બોલીવુડના સુપરસ્ટાર અજય દેવગનની OTT પ્લેટફોર્મ ઉપર થશે એન્ટ્રી

0
Social Share
  • બે મહિનામાં સિરીઝ પૂર્ણ કરવાનું આયોજન
  • અજય દેવગનને કરોડોની ફી ચુકવાઈ હોવાની ચર્ચા

મુંબઈઃ ફુલ ઓર કાંટેથી બોલીવુડમાં પ્રવેશ કરનારા અભિનેતા અજય દેવગને અત્યાર સુધીમાં અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. બીજી તરફ છેલ્લા એકાદ વર્ષથી કોરોના મહામારીને પગલે થીયેટર બંધ છે ત્યારે લોકોને OTT પ્લેટફોર્મ મનોરંજન પુરુ પાડે છે. બોલીવુડના અન્ય કલાકારોની જેમ હવે સુપરસ્ટાર અજય દેવગન પણ OTT પ્લેટફોર્મ ઉપર એન્ટ્રી કરી રહ્યાં છે. આગામી જુલાઈ મહિનામાં અભિનેતાનો પ્રથમ શો રુદ્રઃ ધ એજ ઓફ ડાર્કનેસમાં જોવા મળશે. તેમના પ્રશંસકો પણ તેમને OTT પ્લેટફોર્મ ઉપર જોવા ઈચ્છી રહ્યાં છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ફિલ્મ અભિનેતા અજય દેવગન આગામી જુલાઈ મહિનામાં  ડિજીટલ ડેબ્યુ શો રૂદ્રઃ ધ એજ ડાર્કનેસનું શુટીંગ શરૂ કરશે. જેને બે મહિનામાં જ પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ સિરીઝ માટે અજય દેવગનને રૂ. 125 કરોટ જેટલી માતબર રકમ ચુકવવામાં આવી છે. આમ ઓટીટી પ્લેટફોર્મ ઉપર સૌથી વધારે ફિ લેનારા અભિનેતાઓમાં અજય દેવગનનું નામ પણ જોડાઈ ચુક્યું છે. આ સિરીઝમાં સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટીઝની અભિનેત્રી રાશિ ખન્ના જોવા મળશે. આ વેબસિરીઝ બ્રિટીશ સાઈક્લોજીકલ ક્રાઈમ ડ્રામા લૂથરની અધિકારીત રીમેક હશે. જેમાં ઈદ્રીશ એલ્બા, રુથ વિલ્સન સહિતના કલાકારોએ અભિનય કર્યો હતો.

ફિલ્મ ઈન્ડસ્ટીઝના સ્ટાર મનોજ બાજપાયી, અભિષેક બચ્ચન, અનિલ કપૂર, કૃણાલ ખેમુ, સૈફ અલીખાન સહિતના કલાકારો પણ વેબસિરીઝમાં કામ કરી ચુક્યાં છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code