- મેડી તરીકે ફેમસ આર.માધવનનો આજે જન્મદિવસ
- 51મો જન્મદિવસ ઉજવી રહ્યા છે આર.માધવન
- બોલિવુડમાં આ ફિલ્મથી કરી હતી એન્ટ્રી
મુંબઈ: બોલિવૂડ એક્ટર આર માધવનનો આજે 51 મો જન્મદિવસ છે. અભિનેતાનો જન્મ 1 જૂન 1970 માં જમશેદપુરમાં થયો હતો. અભિનેતા શરૂઆતથી જ અભ્યાસમાં હોશિયાર હતો, જ્યાં તે અભ્યાસ પછી સેનામાં જવા માંગતો હતો. પરંતુ નસીબના ચક્કરમાં એવા ફસાયા કે તેઓ અભિનેતા બની ગયા. પરંતુ આનાથી પણ મજબૂત તેમની લવ સ્ટોરી છે. બહુ ઓછા લોકો જાણે છે કે અભિનેતાએ તેના જ વિદ્યાર્થી સાથે લગ્ન કર્યા હતા. હા, સરિતા બિરજે આર.માધવનના વર્ગમાં ભણતી હતી. તો ચાલો જાણીએ કે કેવી છે આ કપલની લવ સ્ટોરી.
કોલેજના અભ્યાસ દરમિયાન, આર માધવને કોમ્યુનિકેશન અને પબ્લિક સ્પીકિંગના ક્લાસ શરૂ કર્યા હતા. આ દરમિયાન, સરિતાએ તેના વર્ગમાં એડમિશન લીધું હતુ અને આર.માધવને સરિતાને ભણાવવાનું શરૂ કર્યું. આ વર્ગ દરમિયાન, સરિતાને એક એરહોસ્ટેસની નોકરી મળી. જેના પછી સરિતા આર.માધવનને આભાર કહેવા ડિનર પર લઈ ગઈ. અહીંથી જ બંનેની મિત્રતા શરૂ થઈ અને થોડા જ દિવસોમાં બંનેની મિત્રતા વચ્ચે પ્રેમ થઈ ગયો. કપલે ઘણાં વર્ષો સુધી એકબીજાને ડેટ કરી અને ત્યારબાદ બંનેના લગ્ન થયા. આર.માધવન અને સરિતાને વેદાંત નામનો પુત્ર પણ છે.
આર માધવને એકવાર તેની લવ સ્ટોરી સંભળાવતા કહ્યું કે “સરિતા મારી સ્ટુડન્ટ હતી. તેણે એકવાર મારી પાસે એકસાથે જમવા માટે પ્રસ્તાવ મુક્યો હતો અને હુ નોર્મલ છોકરો હતો, તે સમયે તે મારા માટે મોટી વાત હતી. પણ મેં હા પાડી. જે પછી અમારી મિત્રતા શરૂ થઈ અને પછી અમે લગ્ન કરી લીધાં. લગ્ન પછી જ આર માધવને ફિલ્મોમાં પ્રવેશ કરવાનો વિચાર કર્યો. શરૂઆતમાં, તેણે ઘણાં એડ્સમાં કામ કર્યું, ત્યારબાદ તેને ફિલ્મોની ઓફર મળવાનું શરૂ થયું હતું.
શરૂઆતના દિવસોમાં, અભિનેતાએ ચંદન પાવડર એડમાં કામ કર્યું હતું. જ્યાં તે દરમિયાન ટીવી સિરિયલોમાં પણ સતત કામ કરતો હતો. અભિનેતા આર.માધવને ‘બનેગી અપની બાત’ અને ‘ટોલ મોલ કે બોલ’ જેવી સિરિયલોમાં કામ કર્યું છે. જે પછી તેણે તમિલ ફિલ્મોમાં કામ કર્યું. તેણે ફિલ્મ ‘ઇસ રાત કી સુબહ નહીં’ થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. પરંતુ તેમને વાસ્તવિક ઓળખ ‘રેહના હૈ તેરે દિલ મે’ ફિલ્મથી મળી જે એક સુપરહિટ ફિલ્મ હતી. આ ફિલ્મ પછી, અભિનેતાએ ક્યારેય પાછળ જોયું નહીં અને ઘણું કામ કર્યું અને આજે પણ કરી રહ્યા છે.