બોલિવૂડ એક્ટર ફરાઝ ખાનનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
- બોલિવૂડ એક્ટર ફરાઝ ખાનનું નિધન
- પૂજા ભટ્ટે ટવિટ કરી આપી માહિતી
- ફિલ્મ’મહેંદી’માં રાણી મુખર્જી સાથે કર્યું હતું કામ
- ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફરી વળ્યું શોકનું મોજુ
બેંગ્લોર: બોલિવૂડ એક્ટર ફરાઝ ખાનનું નિધન થયું છે. એક્ટર લાંબા સમયથી બીમાર હતા અને તેની સારવાર બેંગ્લોરની એક હોસ્પિટલમાં ચાલી રહી હતી. ફરાઝ ખાનના નિધનની જાણકારી એક્ટ્રેસ પૂજા ભટ્ટે ટ્વિટ કરીને આપી છે.
ફરાઝ ખાન 46 વર્ષના હતા. ફરાઝ ખાને રાણી મુખર્જી સાથે ફિલ્મ મહેંદીમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેમના કામની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. ફરાઝ ખાનના નિધન બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફરી એકવાર શોકનું મોજુ ફરી વળ્યું છે.
ફરાઝ ખાનના નિધન પર પૂજા ભટ્ટે ટ્વિટ કર્યું કે, “હું તમને આ સમાચાર ભારે દિલથી કહું છું કે ફરાઝ ખાન આપણને બધાને છોડીને ચાલ્યા ગયા છે. આશા છે કે, હવે તે વધુ સારી દુનિયામાં હશે.” તમે બધાએ જે મદદ કરી તે બદલ આભાર. તમે બધા મદદ માટે આગળ આવ્યા, જયારે ફરાઝના પરિવારને સૌથી વધુ જરૂર હતી. ફરાઝના પરિવારને પ્રાર્થનામાં યાદ રાખો. ફરાઝનું સ્થાન કોઈ ભરી શકે નહીં. ”
ભૂતકાળમાં પૂજા ભટ્ટે ફરાઝ ખાન માટે આર્થિક મદદની અપીલ કરી હતી. તેની મદદ માટે સલમાન ખાન પણ આગળ આવ્યા હતા.ફરાઝ ખાન 1990 ના દાયકાના અંતમાં અને 2000 ના દાયકાના પ્રારંભમાં ફરેબ અને મહેંદી જેવી બોલિવૂડની કેટલીક લોકપ્રિય ફિલ્મોમાં જોવા મળ્યા હતા. તે અભિનેતા યુસુફ ખાનનો પુત્ર હતો.
_Devanshi