લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા પછીથી પશ્ચિમ બંગાળમાં એક પછી એક બે ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના કાર્યકર્તાઓના મોતથી ખળભળાટ મચી ગયો છે. તાજી ઘટના ઉત્તર 24 પરગણા જિલ્લાની છે, જ્યાં એક કાર્યકર્તાને અજાણ્યા લોકોએ ગોળી મારી દીધી. આ પહેલા ચકદાહામાં એક કાર્યકર્તાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. એક બાજુ જ્યાં બીજેપીએ ઘટના માટે તૃણમૂલ કોંગ્રેસને જવાબદાર ગણીવા છે, જ્યારે પોલીસનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં કોઈ રાજકીય સંબંધ નથી મળ્યો.
ઉત્તર 24 પરગણા જિલ્લાના ભાટાપારામાં રવિવારે રાતે બીજેપી કાર્યકર્તા ચંદન શૉની હત્યા કરી દેવામાં આવી. અજાણ્યા લોકોએ તેને ગોળી મારી દીધી. ઘટના પછી સ્થિતિને જોતા વિસ્તારમાં સુરક્ષાદળ કહેનાત કરી દેવામાં આવ્યું છે. પોલીસે પણ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. ત્રણ દિવસની અંદર બે હત્યાઓથી તણાવ ઊભો થઈ ગયો છે. આ પહેલા નાદિયાના ચકદહામાં શાંતૂ ઘોષની હત્યા કરવામાં આવી હતી.