ઈદના એક દિવસ પહેલા બીજેપી સાંસદે આપ્યું હતું નિવેદન, કહ્યું- કોઇપણ ધર્મના તહેવારને લીધે અસુવિધા ન થવી જોઈએ
ઉત્તરપ્રદેશના બુલંદશહેરથી ભાજપ સાંસદ ભોલાસિંહે તહેવારની ઉજવણીને લઇને એક નિવેદન આપ્યું છે. ન્યુઝ એજન્સી એએનઆઇ સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું, તહેવાર ઉજવતી વખતે એ ધ્યાન રાખવું જોઈએ કે તેનાથી બીજાને કોઈ અસુવિધા ન થાય. હિંદુ હોળી, દિવાળી, રક્ષાબંધન ઊજવે છે અને આખો દેશ તેની ઉજવણી કરે છે પરંતુ અમારા તહેવારોને કારણે ક્યારેય પણ અસુવિધાનો અનુભવ નતી થતો. ભોલાસિંહનું કહેવું છે કે કોઇપણ ધર્મ કે તહેવારને કારણે અસુવિધા ન થવી જોઈએ. જો એવું થાય તો તેના પર કાર્યવાહી થવી જોઈએ.
ભોલાએ આગળ કહ્યું, ‘જો કોઈ ધર્મના તહેવારને કારણે અસુવિધા થાય તો એવું ન કરવું જોઈએ. તમારી ધાર્મિક લાગણીઓને વ્યક્ત કરવા માટે એક સ્થાન નિર્ધારિત કરવામાં આવ્યું છે, એટલે રસ્તાઓને અવરોધવા ન જોઈએ. જો આવું થાય તો તે ખોટું છે અને તેના પર કાર્યવાહી થવી જોઈએ.’ બીજેપી સાંસદ ભોલાસિંહનું આ નિવેદન ઇદના એક દિવસ પહેલા આવ્યું હતું.