17મી લોકસભાના પહેલા સત્રની શરૂઆત થઈ ચુકી છે અને સત્રના પ્રથમ દિવસે નવનિર્વાચિત સાંસદોને શપથ અપાવાઈ છે. જેમાં ઘણાં સાંસદોએ હિંદુ સિવાય અન્ય ભાષાઓમાં શપથગ્રહણ કર્યા હતા. સૌથી પહેલા લોકસભામાં ગૃહના નેતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજી વખત સાંસદ તરીકે શપથગ્રહણ કર્યા હતા. પીએણ મોદી સિવાય પહેલીવાર લોકસભામાં ચૂંટણી જીતનારા અમિત શાહ અને બાદમાં રાજનાથસિંહ સહીતના ભાજપના નેતાઓએ શપથગ્રહણ કર્યા હતા. આસામના મોટાભાગના સાંસદોએ અસમિયા અને બંગાળથી ચૂંટાયેલા સાંસદોએ બાંગ્લામાં શપથગ્રહણ કર્યા હતા.
બિહારના સાંસદોએ પણ મૈથીલી અને હિંદીમાં શપથગ્રહણ કર્યા હતા. પરંતુ જ્યારે મહારાજગંજથી ભાજપના સાંસદ જનાર્દનસિંહ સિગ્રીવાલે ભોજપુરમાં શપથ લેવાની ઈચ્છા વ્યક્ત કરી, તો તેમણે તેની મંજૂરી આપી નહીં. તેના પછી તેમને હિંદીમાં શપથ લેવી પડી હતી. સિગ્રીવાલ સિવાય ભાજપના જ રાજીવ પ્રતાપ રુડી પણ ભોજપુરીમાં શપથ લેવા ઈચ્છતા હતા. પરંતુ તેમને પણ હિંદીમા જ શપથ લેવી પડી હતી. તેના પર રુડીએ પ્રોટેમ સ્પીકરને સંબોધિત કરતા કહ્યુ હતુ કે અધ્યક્ષજી મોટી ચિંતાનો વિષય છે કે ભોજપુરમાં શપથ લેવાની વ્યવસ્થા નથી.
ભોજપુરીમાં સાંસદોને શપથ લેવાની માગણીને લોકસભા મહાસચિવ નામંજૂર કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે ભોજપુરી ભાષા બંધારણની આઠમી અનુસૂચિમાં સામેલ નથી. તેવામાં કોઈ સાંસદ ભોજપુરીમાં શપથ લઈ શકે નહીં. બિહારના કેટલાક સાંસદોએ મૈથિલીમાં શપથ લીધા હતા, કારણ કે આ ભાષા આઠમી અનુસૂચિનો હિસ્સો છે. તેના સિવાય ખગડિયાથી ચૂંટાયેલા એલજેપીના મહબૂબ અલી કૈસરે અંગ્રેજીમાં શપથ લીધા હતા.