બિહારના ગયાથી કોલકત્તા એટીએસે બાંગ્લાદેશના આતંકવાદી સંગઠન જમાત-ઉલ-મુજાહિદ્દીનના એક સદસ્યની ધરપકડ કરી છે. તે નામ બદલીને તેની પત્ની અને બાળકો સાથે ગયામાં રહેતો હતો. 2007થી તે જમાત-ઉલ-મુજાહિદ્દીન માટે કામ કરી રહ્યો હતો. તેની પાસેથી ઘણાં દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.
ધરપકડ કરાયેલા વ્યક્તિનું નામ એઝાઝ અહમદ છે. જમાત ઉલ મુજાહિદ્દીન બાંગ્લાદેશના અલગ-અલગ ઘણાં મામલામાં પોલીસ એઝાઝને શોધી રહી હતી. એઝાઝને બીરભૂમથી સોમવારે ધરપકડ કરવામાં આવી હતી.
એઝાઝ અવિનાશપુર વિસ્તારના પનરુઈ ક્ષેત્રમાંથી પોતાનું નેટવર્ક ચલાવી રહ્યો હતો. ગયા જિલ્લાના બુનિયાદપુર પોલીસ સ્ટેશન વિસ્તારની પઠાનટોલી વિસ્તારમાં એઝાઝ સ્થાનિક વિસ્તારમાં રહેતો હતો. એઝાઝને આઈપીસીની કલમ-120બી, 130 અને એક્સપ્લોસિવ સબ્સટેન્સ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
એઝાઝ ગયામાં રહીને જમાત ઉલ મુજાહિદ્દીન માટે આતંકવાદીઓની ભરતી કરતો હતો. તે ભારતના ટોપ રિક્રૂટરમાંથી એક છે. ધરપકડ કરાયેલા શખ્સ સલાઉદ્દીન અને કૌસરના સંપર્કમાં તે સતત રહેતો હતો. કોલકત્તા એટીએસની આ મોટી સફળતા માનવામાં આવે છે.
મહત્વપૂર્ણ છે કે જમાત ઉલ મુજાહિદ્દીન બાંગ્લાદેશથી ઓપરેટ કરે છે. તેની અસર બાંગ્લાદેશની સાથેના ભારતના સીમાવર્તી વિસ્તારોમાં પણ છે. પશ્ચિમ બંગાળના માલદા, 24 પરગણા અને મુર્શિદાબાદ જેવા કેટલાક જિલ્લામાં જમાત-ઉલ-મુજાહિદ્દીનના સ્લીપર સેલના લોકો ઘણાં સક્રિય હોવાનું જણાવવામાં આવે છે.