સોશિયલ મીડિયા પર મસ્તીના મૂડમાં અમિતાભ બચ્ચન
- અમિતાભ બચ્ચનની ફની પોસ્ટ થઇ વાયરલ
- કોરોનાના કારણે ખુબ જ ચાલી રહી છે ‘અમ્માજાન’ ની દુકાન
- બિગની આ પોસ્ટ લોકોને ખૂબ જ પસંદ આવી
મુંબઈ: બોલિવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચને કોરોના વાયરસને મ્હાત આપ્યા બાદ લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિની આગામી સીઝનના શૂટિંગ માટે તૈયાર છે. થોડા દિવસો પહેલા જ કેબીસીના સેટનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો..
બીગ બી સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે… તે ક્યારેક જીવન શીખવાની વાત કરે છે તો ક્યારેક પોતાના હેલ્થ અને કામને લઇ અપડેટસ આપે છે…સાથે જ ઈન્ટરનેટ પર ખુબ જ હસી – મજાક પણ કરતા હોય છે…
હાલની એક પોસ્ટમાં તેઓનું મજેદાર સેંસ ઓફ હ્યુમર જોવા મળ્યું, જેને આજની સ્થિતિ સાથે જોડી દીધું છે..
https://www.instagram.com/p/CEV3ie5hw-4/?igshid=1oqg8a37izj9w
અમિતાભ બચ્ચને તેનો ફોટો પોસ્ટ કરતાં કેપ્શનમાં લખ્યું કે, A : ભાઈ સાંભળો, આજકાલ કોરોનાને કારણે અમ્માઝાનની દુકાન ખૂબ ચાલી રહી છે ! B : ‘અમ્માઝાન’ ? કોણ અમ્માઝાન ? A : અરે ભાઈ, ‘AMA ZON’…. અમ્મા ઝાન ! બિગ બીએ અશોક ચક્રધરને છેલ્લો શબ્દ આપ્યો છે. બિગની આ પોસ્ટ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે.
_Devanshi