નવી દિલ્હી: લોકસભામાં શિવસેનાના ડેપ્યુટી સ્પીકર પદ પર ભાવના ગવલીનું નામ આગળ વધારે તેવી શક્યતા છે. સૂત્રોનું કહેવું છે કે શિવસેનાએ આ દિશામાં પોતાની દિલચસ્પી પણ જાહેર કરી છે. મહારાષ્ટ્રની યવતમાલ-વાશિમ લોકસભા બેઠકથી સાંસદ ભાવના ગવલી પાંચમી વાર સાંસદ બન્યા છે. તે બે વખત વાશિમ લોકસભા બેઠક પરથી અને ત્રણ વખત યવતમાલ-વાશિમ લોકસભા બેઠક પરથી જીત્યા છે.
આના પહેલા શિવસેનાના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે કહ્યુ હતુ કે અમારી પાસે એ ડિમાન્ડ નથી, આ અમારો કુદરતી દાવો છે અને હક છે. આ પદ શિવસેનાને જ મળવું જોઈએ.
ભાજપ પહેલા ડેપ્યુટી સ્પીકર પદે બીજૂ જનતાદળના સદસ્યને લાવવા ઈચ્છતું હતું. પરંતુ બીજેડી આ પદનો સ્વીકાર કરવા મટે ઈચ્છુક નથી, કારણ કે તે ભાજપ અને કોંગ્રેસ બંનેની સાથે સમાન સંબંધો બનાવી રાખવા ચાહે છે.
આ સિવાય વાઈએસઆર કોંગ્રેસે પણ ડેપ્યુટી સ્પીકર પદની ઓફર આપી દીધી હતી. પરંતુ તેણે એક શરત મૂકી દીધી હતી. વાઈએસઆર કોંગ્રેસનું કહેવું છે કે જ્યાં સુધી કેન્દ્ર સરકાર આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપતું નથી, ત્યાં સુધી અમે ડેપ્યુટી સ્પીકર પદનો સ્વીકાર કરીશું નહીં.
મોટાભાગે ડેપ્યુટી સ્પીકર પદ પર વિપક્ષનો હક હોય છે, પરંતુ ગત ટર્મમાં મોદી સરકાર દ્વારા આ પરંપરા બદલવામાં આવી હતી. મોદી સરકાર કાર્યકાળ-1માં ડેપ્યુટી સ્પીકર પદ એઆઈએડીએમકેના એમ. થંબીદુરઈની પાસે હતું. ત્યારે વિપક્ષ તરફથી આરોપ લગાવવામાં આવ્યો હતો કે મોદી સરકાર પ્રત્યે એઆઈએડીએમકેનું વલણ નરમ છે. તેના કારણથી તેમને આ પદ આપવામાં આવ્યું હતું.