- ડ્રોન વોરફેયર માટે ભારતની રણનીતિ તૈયાર
- ડ્રોનનો લાભ સર્વેલન્સ અને મેપિંગમાં પણ મળશે
- હિંદ મહાસાગર ક્ષેત્રમાં વધી તાકાત
દિલ્લી: ભારત અને અમેરિકા વચ્ચે થયેલા BECA કરારથી ભારતને જિયો મેપિંગમાં તો મદદ મળશે પરંતુ સાથે સાથે તેનો સૌથી વધુ ફાયદો ફ્યુચર વોરફેયર એટલે કે ડ્રોન વોરફેયરમાં થશે. ખરેખર, જે મુજબ સમગ્ર વિશ્વમાં સંજોગો બદલાઇ રહ્યા છે, એવામાં, એવું કહેવામાં આવે છે કે, આગામી સમયમાં ડ્રોનનો ઉપયોગ વધુ ઝડપથી વધશે.
તેનું ઉદાહરણ સૌથી વધુ સીરિયા,લીબિયા,અજરબૈજાન અને આર્મેનિયામાં યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં જોવા મળ્યું. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સાઉદી અરામકો ઓઇલ રિફાઇનરીઝ પર થયેલા હુમલામાં પણ જોવા મળ્યું.
ભારત-પાકિસ્તાન સરહદ પર ડ્રોન રણનીતિની અસર
ડ્રોન રણનીતિની સૌથી મોટી અસર ભારત-પાકિસ્તાન સરહદ પર પણ જોવા મળી રહી છે. છેલ્લા એક વર્ષમાં આશરે 5-6 ડ્રોન ઇન્ડિયન સિક્યોરીટી ફોર્સ દ્વારા માર્યા ગયા છે. આ ડ્રોન કા તો જાસૂસી કરી રહ્યા હતા અથવા હથિયારોની સપ્લાયમાં સામેલ હતા.
એટલું જ નહીં, ડ્રોનનો ઉપયોગ ચીન પણ ખૂબ જ ઝડપથી કરી રહ્યું છે. તેથી જ ભારતે તેની રણનીતિમાં ઝડપથી કામ કરવાનું શરૂ કર્યું છે. ભારત આ સમયે ભારત આમર્ડ ડ્રોન પર સતત કામ કરી રહ્યું છે અને BECA નો સૌથી મોટો ફાયદો આ કોમ્બેટ ડ્રોન અથવા સર્વેલન્સમાં મળશે.
9BSky Guardian ડ્રોન ટૂંક સમયમાં ભારત આવશે
9BSky Guardian જેમાંથી 6 ડ્રોન ટૂંક સમયમાં ભારતમાં આવશે. ઉપરાંત,થોડા સમય પછી ભારતીય નૌકાદળ માટે વધુ 18 ડ્રોન ખરીદવાના છે.
Predator B – Israeli MALE Heronને 1999 પછી ભારતે ખરીદ્યું હતું, પરંતુ, હવે ભારત તેને નવી તકનીકથી જ વિકસાવી રહ્યું છે. આ સિવાય Rustom 1 અને Rustom 2 જેને DRDO દ્વારા બનાવામાં આવી રહ્યું છે અને આ પણ ખૂબ મદદગાર સાબિત થશે
આ ડ્રોન રણનીતિનો લાભ ફક્ત લડાઇમાં જ નહીં પરંતુ સર્વેલન્સ અને મેપિંગમાં પણ મળશે. એટલે કે હિંદ મહાસાગર ક્ષેત્રમાં પણ ભારતની તાકાતમાં વધારો થશે.
_Devanshi