નવી દિલ્હી : અયોધ્યા જમીન વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.
ત્યારે ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભામાં મનોનીત સાંસદ ડૉ. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ છે કે રામમંદિર મામલામાં સુપ્રીમ કોર્ટ જે પણ નિર્ણય સંભળાવે, પરંતુ સરકાર પાસે બંધારણના અનુચ્છેદ-300A પ્રમાણે રાષ્ટ્રીયકરણનું બ્રહ્માસ્ત્ર છે.
તેમણે કહ્યુ છે કે અનુચ્છેદ-300 A પ્રમે કેસમાં જીતનારને જમીન નહીં વળતર આપવાનો અધિકાર છે. અયોધ્યાની કુલ 67.703 એકર જમીનમાંથી સુપ્રીમ કોર્ટમાં માત્ર 0.313 એકર ક્ષેત્ર જ વિવાદીત છે.