- અરુણાચલ પ્રદેશની પ્રથમ મહિલા લેફ્ટનન્ટ કર્નલ બની
- પોંગ ડોમિંગે પોતાનું સપનુ સાકાર કર્યું
- સરકારી શાળામાંથી મેળવ્યો હતો અભ્યાસ
- સેનામાં માત્ર 3.80 ટકા જ મહિલા અધિકારીઓ
- રાજ્યના મુખ્ય મંત્રી પેમા ખાંડુએ ટ્વિટ કરીને શુભેચ્છા પાઠવી
ભારતીય સૈન્યમાં મહિલાઓને માત્ર સશસ્ત્ર દળોમાં અધિકારીના હોદ્દા પર જ ભરતી કરવામાં આવે છે ત્યારે વિતેલા વર્ષે સંસદમાં સરકારે જોહેર કરેલી જાણકારી મુજબ સેનામાં માત્ર 3.80 ટકા જ મહિલા અધિકારીઓ કાર્યરત છે.
ત્યારે બદલતા સમય અને જુસ્સા સાથે દરેક ક્ષેત્રમાં હવે મહિલાઓ પણ જંપલાવી રહી છે,જેમાં પોનૂંગ ડોમિંગ અરૂણાચલ પ્રદેશની પ્રથમ મહિલા લેફ્ટનન્ટ કર્નલ બની છે. ડોમિંગની આ ઐતિહાસિક સિદ્ધિ પર રાજ્યના મુખ્ય મંત્રી પેમા ખાંડુએ ટ્વિટર પર ટ્વિટ કરીને તેને શુભેચ્છાઓ પાઠવી છે સાથે ડેમિંગનો ફોટો પણ ટ્વિટર પર શેર કર્યો છે. આ મહિલા ભારતીય સૈનામાં લેફ્ટનન્ટ કર્નલ બનનારી અરૂણાચલ પ્રદેશ રાજ્યની પ્રથમ મહિલા સૈન્ય અધિકારી છે.મુખ્ય મંત્રી પેમા ખાંડુએ ટ્વીટ કર્યું હતું છે કે, ‘અમારા માટે ગૌરવની ક્ષણ. મેજર પોંગ ડોમિંગે ઇતિહાસ રચ્યો છે. અરુણાચલ પ્રદેશથી ભારતીય સૈન્યમાં લેફ્ટનન્ટ કર્નલના પદ સુધી પહોંચનારી તે પ્રથમ મહિલા લેફ્ટનન્ટ કર્નલ બની છે.
મહિલાઓને સૌન્ય દળોમાં માત્ર અધિકારી પદ પર જ ભરતી કરવામાં આવે છે,પાછલા વર્ષે સંસદમાં સરકારે આપેલી માહિતી મુજબ સેનામાં માત્ર 3.80 ટકા મહિલા અધિકારીઓ છે. કેન્દ્ર સરકારે લોકસભામાં પોતાના એક લેખિત જવાબમાં કહ્યું હતું કે, ભારતીય નૌકાદળમાં માત્ર 6 ટકા મહિલા અધિકારીઓ કાર્યરત છે, જ્યારે ભારતીય વાયુસેનામાં મહિલા અધિકારીઓની સંખ્યાની ટકાવાળી 13.09 છે.
વિતેલા મહિનામાં વિંગ કંમાન્ડર શૈલજા ધામી ભારતીય વાયુ સેનામાં ફ્લાઈટ કમાંડરમાં સમાવેશ પામનારી પ્રથમ મહિલા અધિકારી બની હતી, તેમણે 26 ઓગસ્ટના ગાજીયાબાદના હિંડન એયરબેઝમાં ચેતક હેલિકૉપ્ટર યૂનિટનો ચાર્જ સંભાળ્યો હતો.
અરૂણાચલ પ્રદેશની પોનૂંગ ડોમિંગ પૂર્વ સિયાંગ જિલ્લાના પાસીઘાટના જીટીસીની રહેવાસી છે. તે તેના ચાર ભાઈ-બહેનોમાં સૌથી મોટી દીકરી છે. સરકારી શાળામાંથી અભિયાસ મેળવીને ડોમિંગ બચપનથી જ સૈન્ય અધિકારી બનવાની ઇચ્છા ધરાવતી હતી ને છેવટે તેણે તેના સપનાની ઉડાનભરી ને સપનું સાકાર કર્યું.