પહેલા દીપ પ્રજ્વલનનો ઈન્કાર અને હવે ટિકિટ વિવાદ, આંધ્રના ‘ખ્રિસ્તી’ CM જગનમોહન રેડ્ડીનો હિંદુ વિરોધ!
2019માં એપ્રિલમાં રેકોર્ડતોડ બહુમતી સાથે સત્તામાં આવેલા આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન અને વાઈએસઆર કોંગ્રેસના નેતા જગનમોહન રેડ્ડી સતત વિવાદોમાં ઘેરાતા રહે છે. તાજેતરમાં કેટલાક અહેવાલો આવી રહ્યા છે કે જેનાથી ભાજપ સહીતના અન્ય લોકો પણ જગનમોહન રેડ્ડી પર હિંદુ વિરોધી હોવાનો આરોપ લગાવતા રહે છે.
આ મહીનાની 21 તારીખે જ્યાં અમેરિકાની મુલાકાતે ગયેલા જગનમોહન રેડ્ડીએ એક કાર્યક્રમમાં દીપ પ્રજ્વલનનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. તો તાજેતરમાં અહેવાલ આવ્યા હતા કે તિરુમાલામાં મંદિરમાં દર્શન કરવા માટે જઈ રહેલા શ્રદ્ધાળુઓ કે જેમને આંધ્રપ્રદેશના સરકારી પરિવહન વિભાગ દ્વારા જે ટિકિટ આપવામાં આવી હતી, તે ટિકિટોની પાછળ હજ અને યરુશલમમાં બિનહિંદુ તીર્થસ્થાનો સંબંધિત જાહેરાતો આપવામાં આવી હતી.
બાદમાં હવે આંધ્રપ્રદેશની સરકાર વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. ઉતાવળમાં પ્રધાને એ નિવદેન પણ આપવું પડયુ કે દોષિતોની સામે ઝડપથી કાર્યવાહી કરવામાં આવશે. ભાજપ આંધ્રપ્રદેશ સરકાર પર એને લઈને આક્રમક છે અને એ સવાલ પણ પુછવામાં આવ્યો છે કે ચૂંટણી પહેલા જગનમોહન રેડ્ડીનું ટેમ્પલ ટૂરિજ્મ શું માત્ર પોલિટિકલ સ્ટંટ હતો ?
આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે અમેરિકાની મુલાકાતે ગયેલા આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન રેડ્ડીએ એક કાર્યક્રમમાં દીપ પ્રજ્જવલિત કરવાનો ઈન્કાર કર્યો હતો. તેના પછી તેમણે ઔપચારીક રીતે ઈલેક્ટ્રિક લાઈટનો ઉપયોગ કર્યો હતો. તાજેતરમાં પેદા થયેલા આ વિવાદનો અંત આવ્યો નથી, ત્યાં આંધ્રપ્રદેશની સરકાર સાથે જોડાયેલો એક નવો વિવાદ સામે આવ્યો છે. રાજ્યના પરિવહન વિભાગ દ્વારા હિંદુ શ્રદ્ધાલુઓને જે ટિકિટ આપવામાં આવી, તેની પાછળ હજયાત્રા અને યેરુશલમ યાત્રાની જાહેરાત હતી. તેના પછી હંગામો થયો હતો અને સ્થાનિક પ્રબંધકોએ બહાનું બનાવ્યું કે આ ટિકિટ ત્યાં ભૂલથી આવી ગઈ. પ્રધાને પણ દાવો કર્યો કે આસ્થા સાથે જોડાયેલા મામલામાં કોઈપણ પ્રકારનો એજન્ડા બર્દાશ્ત કરવામાં આવશે નહીં, જો કે માત્ર ત્રણ દિવસની અંદર સતત બે વખત એવા અહેવાલો સામે આવ્યા કે જે કોઈને કોઈ બાબત તરફ ઈશારો કરે છે. ભાજપનો આરોપ છે કે જગનમોહન રેડ્ડી એક ખ્રિસ્તી ધર્મને માનનારા વ્યક્તિ છે અને માટે તે હિંદુ ધર્મને અપમાનિત કરી રહ્યા છે.
આરોપ યોગ્ય પણ છે. આ તે જ જગનમોહન રેડ્ડી છે કે જેમણે ચૂંટણી પહેલા મંદિરોના ચક્કર કાપ્યા હતા જેથી આંધ્રના 88 ટકા હિંદુઓને ભોળવીને તેમના મત મેળવી શકાય અને તેઓ આમા સફળ પણ થયા છે. રાજ્યની 175 બેઠકોમાંથી 151 પર વાઈએસઆર કોંગ્રેસને જીત મળી છે. જો કે જે પ્રકારે મુખ્યપ્રધાન બન્યા બાદ તેમણે હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું છે, તે બેહદ વખોડવાને લાયક છે. તેઓ આજે સત્તા પર બેઠા છે, તેનું કારણ માત્ર આંધ્રપ્રદેશના હિંદુ વોટર્સ છે કે જેમણે તેમને વોટ આપ્યા છે. તેઓ એક યુવા નેતા છે અને તેમની પાસે ઘણાં રાજકીય અવસરો છે. તેવામાં તેમના હિંદુ વિરોધી રાજકારણ પર આગળ વધવાથી તેમના ફાલતા-ફૂલતા રાજકીય કરિયરના ચોપટ થવાની પણ શક્યતાઓ આકાર લઈ રહી છે અને તેના કારણે જાણકારો માની રહ્યા છે કે જગનમોહન રેડ્ડીએ હિંદુઓની ભાવનાઓ સાથે ખિલવાડ કરનારી રાજનીતિને ઝડપથી છોડી દેવી જોઈએ.