1. Home
  2. revoinews
  3. અમરનાથ યાત્રામાં અડચણ બન્યા ભાગલાવાદી, જમ્મુથી યાત્રીઓનું આવાગમન રોકવામાં આવ્યું
અમરનાથ યાત્રામાં અડચણ બન્યા ભાગલાવાદી, જમ્મુથી યાત્રીઓનું આવાગમન રોકવામાં આવ્યું

અમરનાથ યાત્રામાં અડચણ બન્યા ભાગલાવાદી, જમ્મુથી યાત્રીઓનું આવાગમન રોકવામાં આવ્યું

0
Social Share

જમ્મુ: ભાગલાવાદીઓના બંધની અસર અમરનાથ યાત્રા પર જોવા મળી છે. ભાગલાવાદીઓના બંધના કારણે એક દિવસ માટે અમરનાથ યાત્રા રોકવામાં આવી છે. તેના કારણે અમરનાથ યાત્રાનો જત્થો આગળ વધી શક્યો નથી. તો તીર્થયાત્રીઓને શનિવારે જમ્મુ-કાશ્મીરમાં જવા દેવામાં આવ્યા નથી. કાશ્મીરમાં ભાગલાવાદીઓએ એક દિવસના બંધનું એલાન આપ્યું છે.

આ પહેલા 8 જુલાઈએ હિઝબુલ મુજાહિદ્દીનના આતંકી કમાન્ડર બુરહાન વાનીની વરસી પર ભાગલાવાદીઓએના વિરોધ પ્રદર્શનને રોકવા માટે સોમવારે શ્રીનગર શહેરના ઘણાં વિસ્તારો અને કાશ્મીર ખીણના અન્ય સ્થાનો પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. માત્ર દુકાનો, વ્યવસાયિક પ્રતિષ્ઠાનો અને પરિવહન જ બંધ નથી, પરંતુ ઈન્ટરનેટ સેવાઓ પણ રોકવામાં આવી છે. ત્યાં સુધી કે વાર્ષિક અમરનાથ યાત્રા માટે તીર્થયાત્રીઓના જત્થાને પણ રવાના થતા પહેલા રોકવામાં આવ્યો હતો.
મહત્વપૂર્ણ છે કે આતંકી બુરહાન વાની પોતાના બે સાથીદારોની સાથે 8 જુલાઈ-2016ના રોજ અનંતનાગ જિલ્લાના કોકેરનાગ વિસ્તારમાં સુરક્ષાદળો સાથેની એક અથડામણમાં ઠાર થયો હતો.
અમરનાથ યાત્રા માટે શુક્રવારે જમ્મુથી 5395 શ્રદ્ધાળુઓનો એક જત્થો રવાના થયો હતો. આ વર્ષે પહેલી જુલાઈથી યાત્રા શરૂ થયા બાદ 12 જુલાઈ સુધીમાં 1.44 લાખથી વધારે તીર્થયાત્રીઓએ સમુદ્રતળથી 3888 મીટરની ઊંચાઈ પર આવેલા બાબા બર્ફાનીના દર્શન કર્યા છે. અધિકારીઓ પ્રમાણે, એક જુલાઈએ તીર્થયાત્રા શરૂ થયા બાદ 11 દિવસમાં 144058 તીર્થયાત્રીઓએ પવિત્ર શિવલિંગના દર્શન કર્યા છે.
શ્રદ્ધાળુઓ પ્રમાણે, અમરનાથ ગુફામાં બરફની વિશાળ સંરચના બને છે, જે ભગવાન શિવની પૌરાણિક શક્તિઓની પ્રતિક છે.તીર્થયાત્રીઓ પવિત્ર ગુફા સુધી જવા માટે અપેક્ષાકૃત નાના 14 કિલોમીટરના બાલટાલના માર્ગથી જાય છે, અથવા 45 કિલોમીટર લાંબા પહલગામના રસ્તે યાત્રા કરેછે. બંને બેસ કેમ્પો પર તીર્થયાત્રીઓ માટે હેલિકોપ્ટરની સેવાઓ છે.
બરફની શિવલિંગની સંરચના ચંદ્રમાની ગતિની સાથે પોતાનું સ્વરૂપ બદલે છે. પવિત્ર ગુફાનો ભારતીય શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. આધુનિક સમયગાળામાં પવિત્ર ગુફા 1850માં એક મુસ્લિમ પશુપાલક બુટા મલિકે ફરીથી લોકોના ધ્યાનમાં લાવવાનું કામ કર્યું હતું. કિવદંતીઓ પ્રમાણે, એક સૂફી સંતે બૂટા મલિકને કોલસાથી ભરેલી એક બેગ આપી હતી. બાદમાં કોલસા સોનામાં બદલાય ગયા હતા. લગભગ 150 વર્ષોથી બૂટા મલિકાના વંશજોને પવિત્ર ગુફામાં આવતા ચઢાવામાંથી કેટલોક હિસ્સો આપવામાં આવે છે. 45 દિવસીય અમરનાથ યાત્રાનું સમાપન 15 ઓગસ્ટે શ્રાવણ પૂર્ણિમાની સાથે થશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code