દિલ્હીથી જયપુર જઈ રહેલી અલાયંલ એરના વિમાનમાં આગ લાગવાની ઘટના બની હતી. એર ઈન્ડિયાની સબ્સિડિએરી કંપની અલાયંસ એરના દિલ્હી થી જયપુર જઈ રહેલા વિમાનમાં સોમવારે રાત્રે આગ લાગવાની ઘટના બનવા પામી હતી, આ વિમાને રાત્રે 8 વાગ્યે દિલ્હીથી જયપુર માટે ઉડાન ભરી હતી,ઉડાન ભરવાના થોડા સમય બાદ જ લેન્ડિંગ ગેયરમાં ટેકનિકલ ખામી સર્જાય હતી,જેને લઈને દિલ્હી એરપોર્ટ પર વિમાનની તાત્કાલીક ઈમરજન્સી લેન્ડિગ કરાવામાં આવી હતી ત્યારે લેન્ડિગ કરતા સમયે જ વિમાન કે જેમાં 59 યાત્રીઓ સવાર હતા તેમાં અચાનક આગ લાગી હતી.
આ ઘટનાને લઈને એરલાયન્સના પ્રવક્તાએ જણાવ્યું હતુ કે વિમાન સંખ્યા AI 9643માં ટેકનિકલ ખામી સર્જાય હતી,આ ઘટનામાં 59 યાત્રીઓ સુરક્ષિત છે,ત્યારે ન્યૂઝ એજન્સીના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વિમાનના નોઝ લેન્ડિગ ગેયરમાં ખરાબી હતી, આ ખામીની જાણ થતા દિલ્હી એરપોર્ટ પર ફૂલ ઈમરજન્સી તૈયારીઓ કરવામાં આવી હતી,પરંતુ ઘટનામાં કી જાનહાની થવા પામી નહોતી ને મોટી દુર્ઘટના થતા થતા ટળી હતી.