પબજી બેન થયા બાદ અક્ષય કુમાર લાવી રહ્યા છે આ ગેમ
- પબજી સહિત118 અન્ય મોબાઇલ એપ પર પ્રતિબંધ
- અક્ષય કુમાર લાવી રહ્યા છે મેડ ઇન ઈન્ડિયા ગેમ FAU:G
- અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર ગેમની કરી જાહેરાત
- ભારતીય સેનાના જવાનોને પણ થશે ફાયદો
મુંબઈ: સરકારે લોકપ્રિય ગેમિંગ એપ પબજી સહિત ચીની કંપનીઓ સાથે જોડાયેલા 118 અન્ય મોબાઇલ એપ પર પ્રતિબંધ મૂક્યો હતો. ભારતની સંપ્રભુતા, અખંડિતતા, સુરક્ષા અને શાંતિ સંરક્ષણ માટે જોખમી હોવાથી તેઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારબાદ અક્ષય કુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અભિયાનને પ્રોત્સાહન આપતા મેડ ઇન ઈન્ડિયા મલ્ટિપ્લેયર એક્શન ગેમની ઘોષણા કરી છે. આનો ફાયદો ભારતીય સેનાના જવાનોને પણ થશે.
અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર ગેમ ‘આર્મી’ ની ઘોષણા કરતા લખ્યું- પીએમ મોદીના આત્મનિર્ભર મૂવમેન્ટને સપોર્ટ કરતા મલ્ટિપ્લેયર એક્શન ગેમની ઘોષણા કરવામાં મને ગર્વ છે. ફિયરલેસ અને યુનાઇટેડ-ગાર્ડ્સ આર્મી (FAU:G)! મનોરંજનની સાથે પ્લેયર્સ સૈનિકોના બલિદાન વિશે પણ જાણી શકશે. ચોખ્ખી આવકનો 20% #BharatKeVeer ટ્રસ્ટને દાન કરવામાં આવશે.
ભારતમાં બેન થયાના એક દિવસ પછી લોકપ્રિય મોબાઈલ ગેમ પબજીના મોબાઈલ વર્ઝન અને લાઈટ વર્ઝનને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર્સમાંથી હટાવી દેવામાં આવ્યું છે. તેનો મતલબ એ છે કે, પબજી મોબાઈલ હવે દેશમાં એન્ડ્રોઈડ અને આઇઓએસ યુઝર્સ માટે ડાઉનલોડ માટે ઉપલબ્ધ નથી.
અક્ષય કુમારના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો શો ‘ઇન ધ વાઇલ્ડ વિથ બેયર ગ્રીલ્સ’ના આગળના એપિસોડમાં જંગલમાં રોમાંચક સાહસો કરતા જોવા મળશે. અક્ષય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તમિલ સુપરસ્ટાર રજનીકાંત બેયર ગ્રીલ્સ શોમાં જોવા મળ્યા હતા.
અક્ષય આ દિવસોમાં બેલ બોટમના શૂટિંગમાં વ્યસ્ત છે. તેમની આગામી ફિલ્મોમાં બચ્ચન પાંડે, લક્ષ્મી બોમ્બ, સૂર્યવંશી, પૃથ્વીરાજ, અતરંગી રે અને રક્ષાબંધન શામેલ છે.
_Devanshi