1. Home
  2. revoinews
  3. પાકિસ્તાનમાં પરફૉર્મ કરવા બદલ મીકા સિંહ પર AICWAએ બેન લાગાવ્યો
પાકિસ્તાનમાં પરફૉર્મ કરવા બદલ મીકા સિંહ પર AICWAએ બેન લાગાવ્યો

પાકિસ્તાનમાં પરફૉર્મ કરવા બદલ મીકા સિંહ પર AICWAએ બેન લાગાવ્યો

0
Social Share

બોલિવૂડ સિંગર મીકા સિંહ હમેશા  તેના કોઈને કોઈ કારનામાને લઈને અખબારોમાં અને મિડિયામાં છવાયેલો રહે છે ત્યારે ફરી એક વાર મીકાપર લોકો કટાક્ષ કરીને તેને ટ્રોલ કરી રહ્યા છે,મીકા સિંહ પોતાના એક પર્ફોમન્સના કારણે મુશ્કેલીમાં આવ્યા છે,જેનું કારણ ખૂદ મીકા સિંહ છે, વાત જાણે એમ છે કે હાલ  ભારત અને પાકિસ્તાનમાં કલમ 370 હટાવવાના મામલે મતભેદ ચાલી રહ્યો છે ત્યારે મીકા સિંહનો એક વિડિયો વાયરલ થયો હતો, આ વીડિયો પાકિસ્તાનમાં એક લગ્નમાં તેણે કરેલા પર્ફોમન્સનો હતો, ત્યારે હવે વીડિયો સામે આવ્યા બાદ મીકા સિંહનો સખત વિરોધ થઈ રહ્યો છે સાથે સાથે તેના જ ચાહકો અને અનેક લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.

આ વાતને લઈને ઓલ ઇન્ડિયા સિને વર્કર્સ એસોસિએશને મીકાસિંહ પર પ્રતિબંધ મૂક્યો છે. ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશનના પ્રમુખ સુરેશ શ્યામલાલ ગુપ્તાએ એક સત્તાવાર નિવેદન જાહેર કરીને આ બેન અંગે જાણકારી આપી હતી.

એસોસિએશનના પ્રમુખ સુરેશ શ્યામલાલ ગુપ્તાએ આ અંગે જણાવ્યું હતું કે, “મીકા સિંહનું મૂવી પ્રોડક્શન હાઉસ, મ્યુઝિક કંપની અને ઓનલાઇન કન્ટેન્ટ પ્રોવાઇડર સાથે થયેલા તેમના તમામ કરારને નકારવાનો નિર્ણય  બોર્ડ દ્રારા લેવામાં આવ્યો છે”

આ એસોસિએશને મીકા સિંહની દરેક ફિલ્મો, દરેક સોંગ્સ અને તેની કંપની પર સહી કરીને તેના સાથે મળીને કામ કરવા માટે રોક લગાવી છે, સુરેશ શ્યામલાલ ગુપ્તાએ વધુંમાં કહ્યું હતું કે, “ઓલ ઇન્ડિયા સિને વર્કર્સ જોહેર કર્યું છે કે કોઈ પણ મીકા સિંહે સાથે કામ કરી શકશે નહિં, અને જો કોઈ આ નિર્ણયની વિરુધ ગયુ અર્થાત જો કોઈએ મીકા સાથે કોઈપણ પ્રકારના કરાર કર્યા કે કામ કર્યું તો તેના સામે  કાનુંની કાર્યવાહી કરવામાં આવશે અને તેને કોર્ટમાં પડકારવામાં આવશે “

તેમણે આ વિવાદને લઈને વધુમાં જણાવ્યું હતે કે “જ્યારે ભારત દેશ અને પાકિસ્તાવ વચ્ચે આટલા મોટા પ્રમાણમાં વિવાદ ચાલી રહ્યો છે ત્યારે મીકા એ દેશના ગૌરવને બદલે પૈસાને વધુ મહત્વ આપ્યુ છે, જે એક ભારતીય નાગરીક હોવા માટે યોગ્ય નથી” જેને લઈને મીકા પર હવે રોક લગાવામાં આવી.

મીકા સિંહનો એક વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં તે પાકિસ્તાની પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફના સગાસંબંધીના લગ્નમાં પરફોર્મ કરતો જોવા મળ્યો છે,ત્યારે પાકિસ્તાનમાં જઈને પાકિસ્તાની લગ્નમાં પર્ફોમન્સ કરતા મીકાની સખત ટીકા થઈ રહી છે,મીકાને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે જેને લઈને ફિલ્મ ઉદ્યોગકારોએ  મીકા પર રોક લગાવવાની માંગણી કરી છે અને આ એસોસિએશને મીકા સાથેના તમામ કોન્ટેક્ટ તોડ્યા છે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code