પૂર પિડીત કેરળના ખેડૂતો માટે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રિઝર્વ બેંકના ગવર્નર શકિતકાંતા દાસને એક પત્ર લખ્યો છે,રાહુલ ગાંધીએ કહ્યું કે “કેરળમાં કેટલા વર્ષો પછી ભયાનક પૂર આવ્યું છે,હું રિઝર્વ બેંકને વિનંતી કરુ છુ કે ડીસેમ્બર 2019 સુધી લોનની ચુકવણીની અવધિમાં વધારો કરવામાં આવે” રાહુલ ગાંધીએ પોતાના પત્રમાં લખ્યું છે કે, “કેરળમાં પૂરને કારણે ખેડૂતોના પાકને ઘણું નુકસાન થયું છે. ખેડુતોનો પાક વિનાશ પામ્યો છે. કેરળમાં ખેડુતોએ આપઘાત કર્યાના કેસોમાં અચાનક વધારો થયો છે”.
આ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પોતાના સંસદીય વિસ્તાર કેરળના વાયનાડની મલાકાતે પહોચ્યા હતા, રાહુલ ગાંધીએ પોતાના સંસદીય વિસ્તારમાં પૂર પિડીત લોકોની સાથે મુલાકાત કરી હતી,અને તે લોકોને મદદનું આશ્વાસન પણ આપ્યું હતુ. રાહુલે સોમવારના રોજ થિરુવમપદીમાં રાહત શિબિરના લોકોને સંબોધિત કરતા કહ્યું હતું કે “સંકટની પરિસ્થિમાં અમે તમારા સાથે છીએ, માત્ર હું જ નહી પરંતુ કોંગ્રેસના તમામ કાર્યકરોને હું વિનંતી કરુ છું કે પૂર પિડીતની પિડા ઓછી કરવા માટે તેમને સહાય કરો, તમારે તમારા ભવિષ્ય માટે ચિંતા કરવાની જરુર નથી,કારણ કે અમે તમારુ જીવન ફરીથી સામાન્ય બવાનનામાં તમારી પુરી રીતે મદદ કરીશું”
રાહુલે શિબિરમાં હાજર લોકોને એમ પણ કહ્યું હતુ કે રવિવારના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાત કરીને કેરળના પૂર પિડીત લોકો માટે મદદ પણ માંગી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, આજે ઈદ છે અને હું જાણુ છુ કે તમે લોકો પરેશાન છો, છતા પણ હું તમને આ અવસર પર ઈદની શૂભકામના પાઠવું છું,અમે મુશ્કેલ ધડીનો સામનો કરનારા લોકો સાથે જ છીએ.
અતિશય વરસી રહેલા વરસાદના પગલે પૂરની સ્થિતી સર્જાતા કેરળને ઘણું નુકસાન થયું છે. રાજ્યમાં પૂરને કારણે અત્યાર સુધીમાં 77 થી વધુ લોકોનાં મોત થી ચુક્યા છે અને 2 લાખ 87 હજારથી પણ વધુ લોકોએ પોતાનાં ઘર છોડીને 1654 થી વધુ રાહત શિબિરોમાં આશરો લેવો પડ્યો છે. વાયનાડમાં સૌથી વધુ 18 લોકોનાં મોત નીપજ્યાં છે જે વાયનાડ, કોઝિકોડ અને મલાપ્પુરમનાં ત્રણ જિલ્લામાં તબાહી જોવા મળી રહી છે. અનેક લોકો ઘરથી બેઘર થયા છે,લોકોનિં જનજીવન ખોળવાયું છે,લોકોના હાલ બેહાલ બન્યા છે.