અમદાવાદ સી-પ્લેન પ્રોજેક્ટ, કેનેડાથી તા. 20મી ઓક્ટોબર સુધીમાં આવશે બે સી-પ્લેન
અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સુધી તા. 31મી ઓક્ટોબરના રોજ પ્રથમ સી-પ્લેન સેવાનો આરંભ કરવામાં આવે તેવી શકયતાઓ છે. જે માટે તંત્ર દ્વારા તડમાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. દરમિયાન 20 ઓક્ટોબર સુધીમાં 18 સીટરના બે સી-પ્લેન કેનેડાથી લાવવામાં આવશે બે વિદેશી પાઈલટ અને બે ક્રૂ મેમ્બર 6 મહિના અહીંયા રોકામ કરશે આ સમયગાળા દરમિયાન અને ભારતીય પાઈલટ-ક્રૂ મેમ્બરને સી-પ્લેન ઓપરેટ કરવાની તાલીમ આપશે.
પ્રાપ્ત માહિતી અનુસાર તા. 31મી ઓક્ટોબરના રોજ સરદાર પટેલ જ્યંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવે તેવી શકયતા છે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ સી-પ્લેન સેવાનો શુભારંભ કરાવે તેવી શકયતા છે. બીજી તરફ અમદાવાદની સાબરમતી નદી અને કેવડિયામાં નર્મદા નદી ઉપર સી-પ્લેન પ્રોજેક્ટને લઈને જોરશોરથી કામગીરી કરવામાં આવી રહી છે. બંને સ્થળો પર લેન્ડિંગ અને ટેકઓફની સુવિધા ઉભી કરવામાં આવી રહી છે. બંને સ્થળો પર વિમાન પૂર્વથી દક્ષિણ દિશા તરફ લેન્ડિંગ કરશે. એટલું જ આગામી તા. 20મી ઓક્ટોબર સુધીમાં કેનેડાથી બે સી-પ્લેન પણ ગુજરાત આવે તેવી શકયતા છે. નવા વર્ષ 2021ની શરૂઆતમાં રિવરફ્રન્ટથી શત્રુંજી ડેમ સુધી સી-પ્લેન સુવિધા શરૂ કરાશે. આ ઉપરાંત અમદાવાદથી ધરોઈ ડેમ સુધીના રૂટ પર સી પ્લેન પ્રોજેક્ટને મંજૂરી આપી છે ત્યારે અમદાવાદથી ધરોઈ ડેમ સુધી સીપ્લેનનું સંચાલન 2022 સુધીમાં શરૂ થાય તેવી શક્યતા છે.