Homerevoinewsહવે લોકડાઇન પછી ‘ટાઈગર 3’ ના શૂટિંગમાં જોડાશે એક્ટ્રેસ કેટરીના કૈફ

હવે લોકડાઇન પછી ‘ટાઈગર 3’ ના શૂટિંગમાં જોડાશે એક્ટ્રેસ કેટરીના કૈફ

  • ટાઈગર 3 ની ટીમમાં જોડાશે કેટરીના
  • લોકડાઉન બાદ હવે કેટરીના કૈફ શૂટિંગ માટે રેડી

મુંબઈઃ- સમગ્ર દેશમાં કોરોનાના કારણે અનેક પ્રકારની પાબંધિઓ લગાવવામાં આવી હતી ત્યારે હવે કોરોનાના કેસો ઓછા થતા ઘીમે ઘીમે અનેક પ્રકારની છૂટ આપવામાં આવી રહી છે,કોરોનાના કારણે મનોરંજન જગત પર અસર પડી હતી,અનેક ફિલ્મ્સના શૂટિંગ પણ અટકી ચૂક્યા હતા, હવે કેટરિના કૈફ રોહિત શેટ્ટીના પોલીસ ડ્રામા ‘સૂર્યવંશી’ અને હોરર  કોમેડી ‘ફોન ભૂત’માં જોવા મળશે, ત્યારબાદ તે ટૂંક સમયમાં બીજા મોટા પ્રોજેક્ટ માટે શૂટિંગ શરૂ કરશે તેવી સંભાવના છે. ટૂંક સમયમાં ફિલ્મ ‘ટાઇગર 3’ની ટીમમાં કેટરીના કૈફ જોડાઈ શકે છે.

સૂત્રો પાલસેથી આ બાબતે મળતી માહિતી પ્રમાણ ેજો વાત કરીએ તો, કેટરીના ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા માટે ઉત્સુક જોવા મળે છે કારણ કે,’ટાઇગર 3’ તેના દિલની નજીકની ફિલ્મ છે, ‘ટાઇગર ઝિંદા હૈ’ અને ‘એક થા ટાઇગર’ ની જેમ તે આ ફિલ્મમાં ધારદાર એક્શન સિક્વન્સ કરતી જોવા મળશે જેની તેના ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. તે કોવિડની સ્થિતિમાં સુધારો થાય તેની  જ રાહ જોઈ રહી હતી ત્યાર બાદ હવે તે આ ફિલ્મની ટીમ સાથે જોડાઈ ષકે છે, હવે ‘ટાઇગર 3’નું શૂટિંગ માટે રેડી છે.

આ સમગ્ર વચ્ચે હાલમાં જ જ્યારે કેટરિના કૈફની બ્યુટી બ્રાન્ડ ‘કે બ્યૂટી’એ પ્રાઇડ મન્થ સેલિબ્રેટ કર્યો અને સોશિયલ મીડિયા પર કેટલીક સુંદર પોસ્ટ્સ શેર કરી હતી. બ્રાન્ડે લખ્યું, “અમે એક સાથે છીએ. આવો તે પ્રેમ અને ક્ષમતાને સ્વીકારીએ જે બધાને એક બીજાની નજીક લાવે છે. આ અભૂતપૂર્વ સમય દરમિયાન પીડા અને નુકશાન દરમિયાન આપણા પ્રેમની શક્તિ આપણને મજબૂત બનાવે છે.” ત્યારે હવે કોરોનાની સ્થિતિ સામાન્ય થતા કેટરીના કૈફે શૂટિંગ કરવા માટેની તૈયારી દર્શાવી છે. થોડા જ દિવસોમાં ટાઈગર 3નું શૂટિંગ કરતી આપણાને જોવા મળશે.આ ફિલ્મની દર્શકો આતુરતાથઈ રાહ જોઈ રહ્યા છે કારણ કે તેની આગળની બે સિક્વલ પણ સુપરહિટ રહી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments