અભિનેત્રી કંગના રનૌતનો પાસપોર્ટ થયો રિન્યૂઃ- ફિલ્મ ‘ઘાકડ’નું શૂટિંગ કરશે શરુ, સોશિયલ મીડિયા પર દરેકનો આભાર માન્યો

  • કંગનાની મુશ્કેલીનો આવ્યો અંત
  • કંગનાનો પાસપોર્ટ છેવટે રિન્યૂ કરાયો
  • ફિલ્મ ઘાકડના શૂટિંગ માટે કંગના આઈટ ઓફ ઈન્ડિયા જઈ શકશે

 

મુંબઈઃ- છેલ્લા ઘણા સમયથી બોલિવબડની ક્વિન કંગના રનૌત પોતાના પાસપોર્ટ રિન્યૂ કરવા બાબતે ચર્ચામાં રહી છે,આ બાબતે તેની પરેશાની વધી હતી,ફિલ્મો ઉપરાંત બોલિવૂડની ‘પંગા’ ગર્લ કંગના આ પહેલા પણ અન્ય મુદ્દાઓને લઈને ચર્ચામાં રહે છે. તેનો પાસપોર્ટ રિન્યૂ કરવા બાબતે તેણે કોર્ટમાં અરજી કરી હતી, હકીકતમાં, કંગના વિરુદ્ધ નફરતનાં ટ્વીટ્સ અને રાજદ્રોહના આધારે એફઆઈઆર નોંધાઈ હતી, જેના કારણે પાસપોર્ટ વિભાગે તેનો પાસપોર્ટ રિન્યૂ કરવાનો ઇનકાર કર્યો હતો. અને હવે તેનો પાસપોર્ટ રિન્યૂ કરવામાં આવી ચૂક્યો છે.

કંગનાએ આ માહિતી તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ દ્વારા આપી છે. કંગનાએ એક ફોટો શેર કરતી વખતે પાસપોર્ટ રિન્યૂ અંગે માહિતી આપી હતી. કંગનાએ લખ્યું છે કે , ‘મારો પાસપોર્ટ મળી ગયો … તમારી દરેકની ચિંતા અને શુભેચ્છાઓ બદલ તમારો આભાર. ચીફ હું જલ્દી તમારી સાથે હોઈશ. આ પોસ્ટ સાથે, કંગનાએ રજનીશ ઘાઈને ટેગ કર્યા છે અને લખ્યું છે ‘ધાકડ’.

કંગનાએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી કે તેના પાસપોર્ટ રિન્યૂ કરવામાં આવી રહ્યો નથી અને તેના કારણે તેણીને ઘણી સમસ્યાઓ ઊભી થઈ રહી છે. કંગનાએ લખ્યું હતું કે ‘તે એક ફિલ્મની મુખ્ય અભિનેત્રી છે અને તેણે 15 જૂનથી ઓગસ્ટ દરમિયાન બુડાપેસ્ટની યાત્રા કરવી પડશે’. કંગનાએ જણાવ્યું હતું કે તેના પાસપોર્ટની તારીખ સપ્ટેમ્બર 2021 માં સમાપ્ત થઈ રહી છે. પાસપોર્ટ ઓથોરિટીએ તેને ફરીથી રજૂ કરવા માટે અરજી કરી હતી, પરંતુ એફઆઈઆર નોંધણીને કારણે તેને ઇનકાર કરી દેવામાં આવ્યો હતો. ત્યારે ગહવે કંગનાની મુયસ્કેલીનો અંત આવ્યો છએ, ટૂંક સમયમાં કંગના ઘાકડ ફિલ્મના શૂટિંગ માટે રવાના થશે

RELATED ARTICLES

Most Popular