1. Home
  2. revoinews
  3. એક્ટર વરુણ ધવન રોજ 14 થી 16 કલાક કરે છે ફાસ્ટ અને રહે છે ફિટઃ- ઈન્સ્ટા પર તેમણે તેમની ફિટનેસના રહસ્ય જણાવ્યા
એક્ટર વરુણ ધવન રોજ 14 થી 16 કલાક કરે છે ફાસ્ટ અને રહે છે ફિટઃ- ઈન્સ્ટા પર તેમણે તેમની ફિટનેસના રહસ્ય જણાવ્યા

એક્ટર વરુણ ધવન રોજ 14 થી 16 કલાક કરે છે ફાસ્ટ અને રહે છે ફિટઃ- ઈન્સ્ટા પર તેમણે તેમની ફિટનેસના રહસ્ય જણાવ્યા

0
Social Share
  • એક્ટર વરુણ ધવન રોજ 14 થી 16 કલાક કરે છે ફાસ્ટ
  •  ઈન્સ્ટા પર આસ્કમી એનિથિંગમાં  તેમની ફિટનેસના રહસ્ય જણાવ્યા

મુંબઈઃ- બોલિવૂડ એક્ટર વરુણ ધવન છેલ્લા એક દાયકાથી બોલિવૂડમાં પોતાની આગવી ઓળખ ઘરાવે છે, તેઓ તેમની ફઇટનેસને લઈને હંમેશા ચર્ચામાં રહેતા હોય છે, તેમએ રાઈઝિંગ સુપર સ્ટાર તરીકે પોતાની ઓળખ હવે બનાવી લીધી છે, અનેક ફેન્સ તેમના દિવાના છે, તેમના ડાંસ અને એક્ટિંગે દર્શકોના દિલ જીત્યા છે.તેમની ચૂલબૂલી અદાથી તેઓ આજે એક સફળ એક્ટર સાબિત થયા છે.તેમની શાનદાર એક્ટિંગ તેમની પર્સનાલિટી અને તેમનો લૂદ દર્શકોને મોટે ભાગે આકર્ષિત કરતો હોય છે.

વરુણ એક એવા એક્ટર છે કે તેઓ તેમની પર્સનાલિટીને લઈને ચર્ચામાં રહે છે, તેમની ફિનેસ લોકોનું ધ્યાન કેન્દ્રીત કરે છે, ત્યારે મીડિયા સાથએની વાતચીતમાં વરુણ ધવને પોતાની ફિટનેસના રાઝ ખઓલ્યા હતા,. તેમની સંદુરસ્તી અને ફિટ રહેવા પાછળના અનેક કારણો તેમણે જણાવ્યા છે.

વરુણ ધવને ઈન્સ્ટાગ્રામ પર આસ્ક મી એનિથિંગના સેશન દરમિયાન જણઆવ્યું કે તેઓ 14 થી 16 કલાક ઉપવાસ કરે છે,તેમના દિવસની શરુાત કોફીથી કરે છે,ત્યાર બાદ ઈંડા, સફેદ આમલેટ અને ઓટ્સનું સેવન કરે છે. ત્યાર બાદ ભોજનમાં તેઓ વેજીટેબલ્સ, ચીકન અને મખાનાનો સમાવેશ કરે છે, તેઓ દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું રાખે છે.

જો તેમના ફિલ્મ વિશે વાત કરવામાં આવે તો હાલ તેઓ એ ફિલ્મ ‘ભેડીયા’નું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે,તેઓ આ ફિલ્મમાં કૃતિ સનેને સાથે જોવા મળશે જે એક હોરર ફીલ્મ છે.

વરુણ ધવનના લગ્ન બાદ પણ તેમની ફિટનેસ જળવાી રહી છે તેમાં કોી બદલાવ જોવા મળ્યો નથી,તેઓ પહેલા કરતા હવે મેચ્યોર વધુ થયા છે, આ વાત કૃતિ સનેને જણાવી હતી.આ સાથે જ જૂગ જૂગ જીઓ ફિલ્મમાં પણ વરુણ ધવન જોવા મળશે, આ ફિલ્મનનું શૂટિંગ વિતેલા વર્ષ દરમિયાન થઈ ચૂક્યું છે. આ ફિલ્માં ક્યારા અડવાણી,. અનિલ કપુર, નિતુ કપુર જોવા મળશે

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code