એક્ટર સોનુ સૂદને ‘પેટા’ તરફથી હોટેસ્ટ વેજિટેરીયન સેલેબ્રિટીનો એવોર્ડ એનાયત કરાયો
- એક્ટર સોનુ સૂદને મળ્યો વધુ એક એવોર્ડ
- હોટેસ્ટ વેજિટેરીયન સેલેબ્રિટીનો એવોર્ડ એનાયત
- પેટા ઈન્ડિયા તરફથી આ એવોર્ડ સોનુ સૂદને આપવામાંઆવ્યો
મુંબઈઃ-બોલિવૂડ અભિનેતા તેની એકિટંગને લઈને તો જાણીતા હતા જ પરંતુ કોરોનાકાળમાં તેમણે ગરીબોની મદદે આવીને એક અલગ મસીહાની ઓળખ બનાવી છે, તેમની સેવાથી ઘણા લોકો પ્રભાવીત થયા છે, આ સાથે જ તેમને તેમના કામને લઈને અવોર્ડ પણ આપવામાં આવ્યા છે, ત્યારે હવે વધુ ક એવોર્ડ સોનૂ સૂદે પોતાના નામે કર્યો છે.
વર્ષ 2020 અપુરુ થવાની આરે છે. ત્યારે સોનુ સૂદને બીજા એક ખાસ અવોરેડથી નવાઝવામાં આવ્યા છે,જો કે ખાસ વાત એ છે કે, આ એવોર્ડ તેઓને તેમના સેવા ક્રાય માટે આપવામાં નથી આવ્યો પરંતુ એકટરની લોકપ્રિયતા વધારવા માટે 2020 વર્ષના અંત પહેલા આપવામાં આવ્યો છે,સોનુ સૂદને હોટેસ્ટ વેજિટેરીયન સેલેબ્રિટીનો એવોર્ડ મળ્યો છે.
સોનુ સૂદ કોરોનાકાળમાંથી જ સૌ કોઈના લોકપ્રિય અભિનેતા બન્યા છે, તેમણે કરેલી મદદથી અનેક લોકો તેમના ચાહક બન્યા છે ત્યાકે હવે 2020ના અંતમાં વર્ષ હોટેસ્ટ વેજિટેરીયન સેલેબ્રિટીનો એવોર્ડ સોનુ સૂદને આપવામાં આવ્યો છે. આ એવાર્ડ તેમને પેટા તરફથી આપવામાં આવ્યો છે જે બાબતે સોનુ સૂદે ખુશી વ્યક્ત કરી હતી આ બાબતનો તેમણે સોશિયલ મીડિયા પર ઉલ્લએખ કરીને ખુશી વ્યકત કરી છે.
સાહિન-