1. Home
  2. revoinews
  3. પીએમ મોદી માટે ખાસ અમેરીકામાં નિર્માણ પામેલું ‘એર ઈન્ડિયા વન વિમાન’ આજે દિલ્હી ઉતરશે
પીએમ મોદી માટે ખાસ અમેરીકામાં નિર્માણ પામેલું  ‘એર ઈન્ડિયા વન વિમાન’ આજે દિલ્હી ઉતરશે

પીએમ મોદી માટે ખાસ અમેરીકામાં નિર્માણ પામેલું ‘એર ઈન્ડિયા વન વિમાન’ આજે દિલ્હી ઉતરશે

0
Social Share
  • પીએમ મોદી માટે અમેરીકામાં નિર્માણ પામેલું ખાસ એર ઈન્ડિયા વન વિમાન
  • આ વિમાન આજે દિલ્હી ઉતરશે
  • અમેરીકાના રાષ્ટ્રપતિના વિમાન  ‘એરફોર્સ વન’ વિમાનની તર્જ બનાવાયું

છેલ્લા ઘણા સમયથી દેશના વડાપ્રધાન મોદી માટે વીવીઆઈપી બોઈંગ વિમાન ‘એર ઈન્ડિયા વન’ અમેરીકામાં સજ્જ કરવામાં આવી હતું રહ્યું છે, હવે આ વિમાન સંપૂર્ણ સજ્જ થતા આજ રોજ દિલ્હી લાવવામાં આવનાર છે, સરકાર એ બે મોટી કાયા ધરાવતા અને ખાસ રીતે તૈયાર કરાયેલા માળખા વાળા બોઈંગ 777-300 વિમાનનો આર્ડર આપ્યો હતો જે મુજબ હવે આ વિમાનને દિલ્હી ખાતે ઉતારવામાં આવશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ માટે અમેરિકામાં ખાસ બનાવાયેલું એક સ્પેશિયલ વિમાન આજે પાટનગર નવી દિલ્હીમાં ઊતરશે. અમેરીકાના રાષ્ટ્રપતિ દ્રારા  ઉપયોગમાં લેવામાં આવતા ‘એરફોર્સ વન’ વિમાનની તર્જ પર ભારત માટે વીવીઆઈપી વિમાન ‘એર ઇન્ડિયા વન’ તૈયાર કરવામાં આવ્યું છે.

આ બંને વિમાનો અમેરિકામાં ખાસ પ્રકારની તૈયારીઓથી સજ્જ કરવામાં આવી રહ્યા છે. આ બન્ને વિમાનના ભારતમાં આગમન બાદ 25 વર્ષ જૂનું બોઇંગ 747 વિમાનને રજા આપવામાં આવશે.અમેરિકી રાષ્ટ્રપ્રમુખ માટે બનાવાયેલા વિનાનના તર્જ પર આ વિમાન અમેરિકાના ડલ્લાસ શહેરમાં બોઇંગ કંપનીએ બનાવ્યું છે. જેનું નામ  એરફોર્સ વન આપવામાં આવશે.

  • એર ઇન્ડિયા વન એડવાન્સ અને સિક્યોર કમ્યુનિકેશન સિસ્ટમથી સજ્જ છે.
  • આ વિમાન ફુલ એર કમાન્ડ કેન્દ્રની જેમ કાર્ય કરે છે જેમાં અત્યાધુનિક ઓડિઓ-વિડિઓ કમ્યુનિકેશનને ટેપ અથવા હેક કરી શકાતું નથી.
  • આ બન્ને વિમાન મજબુત હવાઈ કિલ્લાની જેમ છે
  • આ વિમાનમાં મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ,સેલ્ફ પ્રોટક્શન સૂટ પણ છે જે દુશ્મ દેશની રડાર ફિકવન્સીને બંધ કરી શકે છે
  • આ વિમાનની ખરિદીનો ખર્ચ અંદાજે 8,458  કરોડ લગાવવામાં આવી રહ્યો છે
  • આ વિમાનની અંદર એક કોન્ફરન્સ રૂમ, વીવીઆઈપી મુસાફરો માટે એક ખાસ કેબીન,મેડિકલ સેન્ટર તેની સાથે સાથે અન્ય મહાનુભાવો, કર્મચારીઓની માટે ખાસ પ્રકારની બેઠકો હશે.
  • આ વિમાનમાં એર ઇન્ડિયા વનને AI-1 અથવા AICOO1 પણ કહેવામાં આવે છે
  • આ વિમાનમાં અશોક ચક્ર સાથે ભારત અને ઈન્ડિયા પણ લખવામાં આવશે
  • એર ઇન્ડિયા વનની ખાસ સાઈન જોવા મળશે. આ નિશાની એ દર્શાવે છે કે, આ વિમાનમાં રાષ્ટ્રપતિ અથવા વડા પ્રધાન સવાર છે.
  • આ વિમાનમાં એક વખત ઈંધણ ભર્યા બાદ તે 17 કલાક સુધી સતત ઉડાન ભરવાની ક્ષમતા ધરાવે છે
  • એકવાર આ વિમાનનું રિફ્યુઅલ થઈ જાય, તો તે 17 કલાક સતત ઉડાન કરી શકશે.
  • હાલમાં જે વીવીઆઈપી કાફલામાં વિમાન કાર્યરત છે જે ફક્ત 10 કલાક માટે જ સતત ઉડાન ભરી શકે છે.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code