1. Home
  2. revoinews
  3. શ્રીલંકા બ્લાસ્ટનો મામલો: એનઆઈએના રડાર પર આઈએસ કોયમ્બતૂર મોડ્યુલ, તમિલનાડુમાં 7 ઠેકાણા પર દરોડા
શ્રીલંકા બ્લાસ્ટનો મામલો: એનઆઈએના રડાર પર આઈએસ કોયમ્બતૂર મોડ્યુલ, તમિલનાડુમાં 7 ઠેકાણા પર દરોડા

શ્રીલંકા બ્લાસ્ટનો મામલો: એનઆઈએના રડાર પર આઈએસ કોયમ્બતૂર મોડ્યુલ, તમિલનાડુમાં 7 ઠેકાણા પર દરોડા

0
Social Share

કોયમ્બતૂર: એનઆઈએએ ઈસ્ટરના દિવસે શ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટોના મામલામાં આઈએસ કોયમ્બતૂર મોડ્યુલના કથિત કનેક્શનને લઈને મોટી કાર્યવાહી કરી છે. એનઆઈએએ બુધવારે તમિલનાડુમાં આઈએસ કોયમ્બતૂર મોડયુલના સાત ઠેકાણાઓ પર દરોડાની કાર્યવાહી કરી છે. એનઆઈએ એ વાતની તપાસ કરવા માંગે છે કે શું બારતીય શકમંદો અને શ્રીલંકાના આતંકીઓ અથવા તેના હેન્ડલરોમાં કોઈ સંબંધ છે. મહત્વપૂર્ણ છે કે શ્રીલંકામાં ઈસ્ટરના દિવસે થયેલા આઠ આત્મઘાતી વિસ્ફોટોમાં 252થી વધુ લોકોના મોત નીપજ્યા હતા.

આઈજીના નેતૃત્વમાં એનઆઈએની ટીમ ગત મહીને શ્રીલંકામાં વિસ્ફોટમાં કથિત આઈએસ કોયમ્બતૂરના કનેક્શનની તપાસ માટે કોલંબો ગઈ હતી. અધિકારીઓ પ્રમાણે, શ્રીલંકા વિસ્ફોટોના મામલામાં આઈએસ કોયમ્બતૂર મોડ્યુલ વિરુદ્ધ પણ અલગથી એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

એનઆઈએ ટીમની આ મુલાકાત વિસ્ફોટોની તપાસમાં શ્રીલંકાની મદદ માટે થઈ ન હતી. પરંતુ ટીમ એ જોવા માટે કોલંબો ગઈ હતી કે શું ત્યાં એવા કોઈ પુરાવા મળી શકે છે, જેનાથી આઈએસ કોયમ્બતૂરનું કનેક્શન સાબિત થઈ શકે.

નામ ઉજાગર નહીં કરવાની શરતે એક અધિકારીએ કહ્યુ છે કે ઈસ્લામિક સ્ટેટ કોયમ્બતૂર મોડ્યુલનીતપાસ કરતા, અમે શ્રીલંકા વિસ્ફોટોના ષડયંત્રકારી ઝાહરાન હાશિમ પર અટકયા. અમને ખબર પડી છે કે તેના ઘણાં વીડિયોનો ઉપયોગ લોકોને ગેરમાર્ગે દોરવા માટે કરવામાં આવ્યો છે. કોઈ મોટી સાજિશની તપાસ કરવા માટે અમે મોડ્યુલના નાના સહયોગીઓની પૂછપરછ કરી છે.

શ્રીલંકામાં થયેલા વિસ્ફોટોમાં કેરળ મોડ્યુલનું નામ પણ સામે આવ્યું છે. આઈએસ કેરળ મોડ્યુલમાં 21 યુવાનો સામેલ છે. જે જૂન-2016માં વૈશ્વિક પ્રતિબંધિત જેહાદી આતંકી સંગઠન માટે લડવા માટે અફઘાનિસ્તાન ગયા હતા. તેના પહેલા વર્ષમાં આ લોકો કુરાને શરીફ પર એક કોર્સ પણ એટેન્ડ કરવા ગયા હતા. જેમાં એક અશ્ફાક મજીદ પણ સામેલ હતો. તેના પિતા મુંબઈમાં એક મોટેલ ચલાવે છે.

તમિલનાડુના ત્રણ જિલ્લામાં આઠ અલગ-અલગ સ્થાનો પર આઠમી જાન્યુઆરીએ આઠ શકમંદોની વિરુદ્ધ મામલો નોંધવામાં આવ્યો હતો. શકમંદો પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેઓ હિંદુસ્તાનમાં હુમલાને લઈને આઈએસની સાથે કોઈ મોટી સાજિશ રચી રહ્યા છે. તેના માટે તેમણે જેલમાંથી મુક્ત થયેલા લોકોને જેહાદી બનાવવાની તૈયારી કરી હતી. જે લોકોની વિરુદ્ધ દરોડાની કાર્યવાહી થઈ છે- તેમના નામ શેખ દાઉદ, મોહમ્મદ રિયાઝ, સાદિક, મુબરિસ અહમદ, રિઝવાન અને હમીદ અકબર છે. આ આરોપીઓ વિરુદ્ધ તેમના રામનાથપુરમ, સલેમ અને ચિદમ્મબરમ ખાતેના ઠેકાણાઓ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે.

એનઆઈએ સૂત્રોનું માનીએ તો જે આરોપીઓ વિરુદ્ધ દરોડાની કાર્યવાહી થઈ છે, તેમા ઘણાં લોકોને તપાસ એજન્સીએ પૂછપરછ માટે સમન પણ જાહેર કર્યા હતા. પરંતુ તેઓ હાજર થયા નથી. ગત 2 મેના રોજ એનઆઈએએ તમિલનાડુ ખાતે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના આઠ ઠેકાણાઓ અને તૌહીદ જમાતના ત્રણ ઠેકાણાઓ પર દરોડાની કાર્યવાહી કરી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code