- ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે વિકિપીડિયા વિરુદ્વ લીધા એક્શન
- મંત્રાલયે વિકિપીડિયાને જમ્મૂ-કાશ્મીરનો ખોટો નક્શો દર્શાવતી લિંક હટાવવા કર્યો આદેશ
- જો વિકિપીડિયા ખોટો નક્શો નહીં હટાવે તો તેની વિરુદ્વ થઇ શકે છે કાર્યવાહી
નવી દિલ્હી: ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે વિકિપીડિયાને જમ્મૂ-કાશ્મીરનો ખોટો નક્શો દર્શાવનારી લિંકને હટાવવાનો આદેશ કર્યો છે. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અધિનિયમ કલમ 69Aનો હવાલો આપતાં વિકિપીડિયાને આદેશ જાહેર કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ સરકારે વિકિપીડિયાથી આ લિંકને હટાવવાનો નિર્દેશ આપ્યો છે જેમાં જમ્મૂ કાશ્મીરના ખોટા નક્શાને દર્શાવાયો છે. મૂળ આ મામલે એક ટ્વીટર યૂઝરે સામે લાવ્યો હતો, જેના આધારે મંત્રાલયે આ કાર્યવાહી કરી છે.
સૂત્રોનુસાર ટ્વીટર યૂઝરે ભારત-ભૂટાન સંબંધ પર વિકિપીડિયા પેજ પર વીઝિટ કરી હતી, જ્યાં દર્શાવેલા નક્શામાં જમ્મૂ કાશ્મીરને ખોટી રીતે દર્શાવવામાં આવ્યો હતો. અધિકૃત સૂચના મુજબ, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી રવિશંકર પ્રસાદે ગંભીરત નોંધ લેતા 27 નવેમ્બરે આદેશ જાહેર કર્યો હતો, જેમાં વિકિપીડિયાને પેજને હટાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો કારણ કે આ ક્ષેત્રીય અખંડિતા અને સંપ્રભુતાનું ઉલ્લંઘન હતું.
જો વિકિપીડિયા સરકારના આ આદેશનું પાલન નહીં કરે તો સરકાર તેની વિરુદ્વ કાયદાકીય કાર્યવાહી કરી શકે છે. તેમાં વેબસાઇટ પર પ્રતિબંધ મૂકવા જેવા પગલાં પણ સામેલ છે.
(સંકેત)