આજે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ – ઓસ્ટ્રેલિયા, એશિયા, પેસિફિક મહાસાગર અને અમેરિકાના ભાગોમાં જોઇ શકાશે
- આજે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ હશે
- 4 કલાક 18 મિનિટ અને 11 સેકન્ડનું હશે ચંદ્રગ્રહણ
- ચંદ્રગ્રહણ 1.04 મિનિટથી થશે શરૂ
અમદાવાદ: આજે 30 નવેમ્બર 2020ના રોજ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ છે. આ ચંદ્રગ્રહણનો સમયગાળો ચાર કલાક 18 મિનિટ અને 11 સેકન્ડ કહેવામાં આવે છે. જો પૌરાણિક માન્યતાઓમાં માનવામાં આવે,તો તેને ગ્રહોની ગતિવિધિઓ સાથે જોડીને જોવામાં આવે છે. ચંદ્રગ્રહણ સોમવારે 1.04 મિનિટથી શરૂ થશે.
ચાર કલાક લાંબી ચંદ્રગ્રહણ બપોરના 3.13 મિનિટ પર તેની ટોચ પર હશે. અને 5.22 મિનિટ પર સમાપ્ત થશે. આ ચંદ્રગ્રહણ ખૂબ જ મહત્વપૂર્ણ બનવા જઈ રહ્યું છે અને તે રોહિણી નક્ષત્ર અને વૃષભ પર પડવાનું છે.
ક્યાં જોવા મળશે ચંદ્રગ્રહણ
આ ચંદ્રગ્રહણ ઓસ્ટ્રેલિયા, એશિયા, પેસિફિક મહાસાગર અને અમેરિકાના ભાગોમાં જોઇ શકાય છે. જોકે આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં પરંતુ તેની અસર ચોક્કસપણે થશે. તો, ચંદ્રગ્રહણ શરૂ થાય તે પહેલાં સૂતક શરૂ થાય છે, પરંતુ આ સમયે તે ઉપછાયા ગ્રહણ છે, તેથી આ સમય દરમિયાન તેનો સુતક અવધિ માન્ય રહેશે નહીં.
દેશ અને દુનિયા પર ગ્રહણની અસર
જ્યોતિષવિદ્યાના વિદ્વાનોનું કહેવું છે કે, ઉપછાયા ચંદ્રગ્રહણ હોવાને કારણે તે એટલો પ્રભાવશાળી રહેશે નહીં. આ ગ્રહણની વિશેષ અસરો દેશ અને દુનિયા પર જોવા મળશે નહીં,પરંતુ ગ્રહણના કારણે લોકોની માનસિક સ્થિતિ પર ચોક્કસ અસર થશે. આ સિવાય તેનાથી સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસરો થઈ શકે છે. એવામાં ગ્રહણ ટાળવા માટે, જ્યોતિષ શાસ્ત્રમાં જણાવેલ ઉપાય જરૂરથી કરો.
_Devanshi