સુપ્રીમ કોર્ટે અર્ણબ ગોસ્વામી કેસમાં વચગાળાના જામીન અંગે આ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો
- અર્ણબ ગોસ્વામી કેસમાં વચગાળાના જામીન અંગેનો મામલો
- સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય
- બોમ્બે હાઇકોર્ટને લગાવી ફટકાર
મુંબઈ: અર્ણબ ગોસ્વામી કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે,રિપબ્લિક ટીવીના મુખ્ય એડિટર – ઇન – ચીફ અર્ણબ ગોસ્વામીને અપાયેલી વચગાળાની જામીન ત્યાર સુધી રહેશે જ્યાર સુધી બોમ્બે હાઈકોર્ટ એફઆઇઆર રદ કરવાની તેમની માંગ અંગે નિર્ણય ન લઇ લે. જો હાઇકોર્ટ તેમની માંગ સામે ચુકાદો આપે છે, તો પણ તેમને આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવા માટે 4 અઠવાડિયાનો સમય મળશે.
સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં બોમ્બે હાઇકોર્ટની ટીકા પણ કરી છે. કોર્ટે કહ્યું કે, “વચગાળાની જામીન અરજીને રદ કરતી વખતે હાઇકોર્ટેએ હકીકતની અવગણના કરે છે કે, એફઆઈઆરમાં આપવામાં આવેલા તથ્યો મુજબ પહેલીવાર અર્ણબ ગોસ્વામી વિરુદ્ધ આત્મહત્યાના પ્રયાસનો કેસ બનતો નથી.”
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કોર્ટની ફરજ છે કે, રાજ્યોના નાગરિકોને હેરાન કરવા અથવા તેમની વ્યક્તિગત સ્વતંત્રતાનો ભંગ કરવા માટે ગુનાહિત કાયદાઓનો ઉપયોગ કરવાની મંજૂરી ન આપે. હાઇકોર્ટ અને નીચલી અદાલતોએ ખાતરી કરવી જોઈએ કે, તેમની સાથે બાકી રહેલી જામીન અરજીનો નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવે.
_Devanshi