સીવીસીનો આદેશ – સરકારી કર્મીઓ 30 નવેમ્બર સુધીમાં પોતાની સંપત્તિ અંગે માહિતી આપે નહી તો થશે કાર્યવાહી
- સીવીવીનો આદેશ
- સરકારી કર્મીઓ 30 નવેમ્બર સુધીમાં પોતાની સંપત્તિ અંગે માહિતી આપે
- આમ ન કરવા પર થશે કાર્યવાહી
દિલ્હીઃ- કેન્દ્રીય તકેદારી આયગ એ આદેશ આપતા જણાવ્યું છે કે, તમામ સરકારી અધિકારીઓએ 30 નવેમ્બર સુધીમાં પોતાની સમગ્ર જંગમ અને સ્થાવર મિલકત વિશે આયોગને સંપૂર્ણ માહિતી આપવાની રહેશે અને તો આ સમય મર્યાદાની અંદર આમ કરવામાં નહીં આવે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. માહિતી આપવાની બાબતે વિલંબ કરવા અંગે કડક વલણ વ્યક્ત કરતાં સીવીસીએ આ મહિનાની અંતિમ તારીખની સમય મર્યાદા નક્કી કરી છે
સીવીસીએ સોમવારના રોજ જારી કરેલા આદેશમાં કહ્યું છે કે,કોઈ પણ સંપત્તિની માહિતી દાખલ ન કરવા બાબતે તેવા કર્મચારી વિરુદ્ધ શિસ્તની કાર્યવાહી કરવા માટેતે પૂરતો આધાર બને છે. આદેશમાં જણાવાયું છે કે સેવા આચાર નિયમો હેઠળ મંત્રાલયો, વિભાગો અથવા સરકારી સંસ્થાઓના અધિકારીઓ દ્વારા સંપત્તિની માહિતી સમયસર દાખલ કરવી ફરજિયાત છે.
આ સાથે જ જારી કરવામાં આવેલા આદેશમાં જણાવાયું છે કે ઘણા સરકારી અધિકારીઓએ વર્ષ 2019 ની વાર્ષિક સંપત્તિ અંગેની તમામ વિગતો હજી સુધી રજૂ કરી નથી. જ્યારે મોટાભાગના વિભાગો, સંસ્થાઓ અને સરકારી સંસ્થાઓમાં તેની અંતિમ તારીખ 31 જાન્યુઆરી નક્કી કરવામાં આવી હતી. નવ મહિનાથી વધુ સમય થવા છતાં આ હુકમનું પાલન નહીં કરવા અંગે પંચે ચિંતા વ્યક્ત કરી છે.
સાહીન-