પીએમ મોદીએ દિક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોઘિત કરતા કહ્યું, ‘તે લોકો સફળ થાય છે, જેમાં જવાબદારીઓનો ભાવ હોય છે’
- પંડિત દીનદયાળ પ્રેટોલિયમ યુનિવર્સિટીના 8માં પદવીદાન સમારોહ
- પીએ મોદીએ સમારોહને સંબોધિત કર્યો
- યૂવાઓને સાચી નિતીથી આગળ વધવા જણાવ્યું
- મોદીએ કહ્યું- જવાબદારીનો ભાવ રાખનારા લોકો આગળ વધી શકે છે
અમદાવાદ-: દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારના રોજ ગાંધીનગરની પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના 8માં પદવીદાન સમારોહનું સંબોધન કર્યું હતું.આ સંબોધન તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કર્યું હતું જેમાં પીએમ મોદીએ વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું કે, સંસ્થામાંથી પાસ થનારા વિદ્યાર્થીઓ દેશની નવી તાકાત બનશે.
આ સાથે જ રિલાયન્સના ચેરમેન અને પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના પ્રમુખ એવા મુકેશ અંબાણીએ પણ વિદ્યાર્થીઓને સંબોધન કર્યુ. સમારોહના પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી હાજર રહ્યા હતા
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, એક સમય હતો જ્યારે લોકો પ્રશ્ન કરતા હતા કે આવી યુનિવર્સિટી ક્યાં સુધી કેટલી આગળ વધી શકશે, હવે અહીંના વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને પ્રોફેશનલ્સએ તમામ સવાલોના જવાબ આપી દીધા છે, આથી વિશેષ સંબોધનમાં તેમણે કહ્યું હતું કે, 21 મી સદીના યુવાનોએ ક્લીન સ્લેટ સાથે આગળ વધવું પડશે. તે જ લોકો જીવનમાં સફળ થાય છે, જે લોકો કંઈક એવું કરે છે જેના જીવનમાં જવાબદારીની ભાવના હોય.
પીએમ મોદીએ કહ્યું હતું કે ‘આપણો દેશ આજે ખૂબ મહત્ત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. આવનારા 25 વર્ષો આપણા દેશ માટે ખુબ જ મહત્ત્વપૂર્ણ છે, તમારા જીવનનો આ તબક્કો ખુબ જ અગત્યનો છે, વિતેલા દશકાઓના યુવાઓએ દેશને આઝાદી મળે તે માટે જિંદગી લગાવી દીધી ત્યારે દેશને આઝાદી મળવા પામી છે. તમારે દેશને આત્મનિર્ભર બનાવવા માટે તમારી જિંદગી જીવવાની છે. આ વિશ્વમાં સફળતાનો એક જ મંત્ર છે, જવાબદારી લેતા શિખો.
આ સમારોહમાં પીે મોદીએ કરેલી કેટલીક ખાસ વાતોના અંશો
- ઇચ્છાઓની શક્તિ સાથે સંકલ્પની શક્તિ અપરંપાર હોય છે. દેશ માટે ઘણું બધુ કરવાનું છે, પરંતુ તમારા લક્ષ્યો ટુકડાઓમાં વેરવિખેર ન હોવા જોઈએ. જ્યારે તમે પ્રતિબદ્ધતા સાથે આગળ વધશો, ત્યારે તમે તમારી અંદર ઊર્જાનો સંગ્રહ અનુભવશો.
- સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી અને જીવનનો ઉદ્દેશ્ય એ બે એવા ટ્રેક છે જેના પર તમારા સંકલ્પની ગાડી ખૂબ ઝડપથી દોડી શકે છે. મારો તમને આગ્રહ છે કે તમારા અંદર જવાબદારીની ભાવના જરુર કાયમ બનાવી રાખજો
- આજની પેઢીના યબવાઓ એ કોરી સ્લેટની સાથે આગળ વધવું જોઈએ, જેલોના મનમાં એવી પથ્થરની લકીર બની છે, કે કંઈજ બદલાશે નહી તે ઈમેજને ક્લીન કરવી પડશે, ક્લીન હાર્ટનો અર્થ સાફ નિયત છે.
- શું તમે કલ્પના કરી શકો છો કે 1920 માં યુવાનો શું ઇચ્છતા હતા ? તેની મહત્વાકાંક્ષાઓ શું હતી? દરેક વ્યક્તિએ ફક્ત સ્વતંત્રતાનું સ્વપ્ન જોયું હતું અને તેમણએ પોતાના સપનાને દાવ પર લગાવી દીધા હતા. 1920-1947 ની વચ્ચે, યુવાનોએ પોતાના રાષ્ટ્ર માટે સર્વસ્વ સોપ્યુ હતું. હું ઈચ્છું છું કે તમે બધા તેમની પાસેથી પ્રેરણા લો.
પીએમ મોદીએ સંબોધનમાં છેલ્લે કહ્યું હતું કે, “મને એ જોઈને આનંદ થાય છે કે આ યુનિવર્સિટી આજે સમગ્ર વિશ્વમાં પોતાની ખાસ ઓળખ બનાવી રહી છે. હું આજે અહીં મુખ્ય મહેમાન તરીકે નહીં, પરંતુ યુનિવર્સિટી પરિવારના સભ્ય તરીકે આવ્યો છું.પંડિત દીનદયાળ ઉપાધ્યાય પેટ્રોલિયમ યુનિવર્સિટીના 8 મા દિક્ષાંત પ્રસંગે આપ સૌને અભિનંદન. આજે જે મિત્રો ગ્રેજ્યુએટ થઈ રહ્યા છે તેમને અને તેમના માતાપિતાને ખૂબ ખૂબ શુભકામનાઓ”.
સાહીન-