- સોશિયલ મીડિયા પર ઇન્ડોર પ્લાન્ટ્સની એક્ટિવિટીઝ કેપ્ચર કરતો વીડિયો થયો વાયરલ
- આ વીડિયોને અત્યારસુધી 8 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે
- SpaceXના CEO એલન મસ્ક અને ટ્રમ્પની દીકરી ઇવાન્કાને પણ વીડિયો પસંદ આવ્યો
નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર દૈનિક અનેક પ્રકારના રોમાંચક અને રસપ્રદ વીડિયો શેર કરાતા હોય છે જેને જોઇને લોકો ખુશ થઇ જાય છે અને આ પ્રકારના વીડિયો ક્ષણભરમાં વાયરલ થઇ જતા હોય છે. આવો જ એક ઇન્ડોર પ્લાન્ટ્સનો ટાઇમ લેપ્સનો વીડિયો તેજીથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં ઇન્ડોર પ્લાન્ટ્સની 24 કલાકની એક્ટિવિટિઝને રેકોર્ડ કરવામાં આવી છે. ટ્વીટર પર આ વીડિયોને 8 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.
આ વીડિયો SpaceXના CEO એલન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઇવાન્કા ટ્રમ્પને પણ બહુ જ પસંદ આવ્યો છે. બંનેએ આ વીડિયોને લાઇક કર્યો છે.
તમે પણ નિહાળો આ રસપ્રદ વીડિયો
https://twitter.com/ThingsWork/status/1329170230531092481
આ વીડિયોને સૌપ્રથમ વાર ટ્વીટર યૂઝર @Melora_1 દ્વારા માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. 12 સેકન્ડના આ વીડિયોમાં તમામ પ્રકારના ઇન્ડોર પ્લાન્ટ્સ મૂકાયેલા છે. વીડિયોમાં દર્શાવાયું છે કે, કૈલેથિયા પ્લાન્ટ (Calathea Plants)ના પાંદડા દિવસ ચઢવાની સાથે ઉપર જાય છે અને સાંજ પડતા જ નીચે ઢળવા લાગે છે. પ્લાન્ટ્સની વચ્ચે એક નાનકડી લાલ રંગની ઘડિયાળ પણ રાખવામાં આવી છે જેમાં દર્શાવાયું છે કે દર કલાકમાં પ્લાન્ટ્સની એક્વિટિઝ કેવી છે.
આ વીડિયોને 19 નવેમ્બરના રોજ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વીટર પર શેર કરવામાં આવ્યો હતો. જેને અત્યારસુધી 8 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે. 86 હજારથી વધુ લાઇક્સ અને 13 હજારથી વધુ રિટ્વીટ્સ થઇ ચૂક્યા છે.
અહીંયા ખાસ વાત એ છે કે આ વીડિયોને સ્પેસ એક્સના સીઇઓ એલન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પ દ્વારા પણ પસંદ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ આ વીડિયોની લોકપ્રિયતા આકાશને આંબી રહી છે.
(સંકેત)