‘સ્ટેચ્યૂ ઓફ યૂનિટી’ને રેલ્વેથી જોડવાની તૈયારીઓ સરદાર પટેલની પૂણ્યતિથિ સુધી પૂર્ણ કરવાના પ્રયત્નો – રેલ્વે મંત્રાલય
- ‘સ્ટેચ્યૂ ઓફ યૂનિટી’ને રેલ્વેથી જોડવામાં આવશે
- રેલ્વે મંત્રાલયનો સરદાર પટેલની પૂણ્યતિથી સુધી કાર્ય પૂર્ણ કરવાના પ્રયત્નો
- દેશના જુદા જુદા ભાગોમાંથી રેલ્વે કેવડિયાની મુલાકાત લઈ શકાશે
- 31 જિસેમ્બર સુધી કાર્ય પૂર્ણ કરવામાં આવશે
ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામથી બનેલી સરદાર બલ્લભભાઇ પટેલની પ્રતિમાને ભારતીય રેલ્વેના નેટવર્કથી હવે જોડવા માટે એક રેલ્વે લાઇનૈયાર કરવામાં આવી રહી છે. આ સમગ્ર બાબતે માહિતી આપતાં રેલવે મંત્રાલયે કહ્યું કે 31 ડિસેમ્બરે સરદાર વલ્લભભાઇ પટેલની પુણ્યતિથી છે,ત્યા સુધી સરકાર રેલ્વેનું કામ પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહી છે.
विश्व की सबसे ऊंची प्रतिमा "स्टैच्यू ऑफ यूनिटी"को देखने आने वाले पर्यटकों के सफर को और भी सुरक्षित एवं आरामदायक बनाने के लिए रेलवे द्वारा रेल कनेक्टिविटी उपलब्ध कराने का कार्य जोर शोर से चल रहा है।
रेल कनैक्टिविटी मिलने से यहां पर्यटन, व्यापार के साथ साथ रोजगार का कभी सृजन होगा। pic.twitter.com/IIZVXJj2c6
— Ministry of Railways (@RailMinIndia) November 18, 2020
રેલ્વે મંત્રાલયે કહ્યું કે 31 ડિસેમ્બર સુધીમાં રેલ્વેની કેવડિયા લાઇનનું કામ પૂર્ણ કરવાના પ્રયત્નો હાથધરવામાં આવી રહ્યા છે. આ રેલ્વે લાઇન પૂર્ણ થતાં દેશના વિવિધ ભાગોના લોકો ટ્રેન દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી શકશે શકશે.
આ વર્ષના અંત સુધી રેલ્વેનું કાર્ય પૂર્ણ કરવાની તૈયારીઓ
રેલ્વે મંત્રાલયે ટ્વિટ કરીને બાબતે માહિતી આપી છે,અને લખ્યું છે કે, વિશઅવની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના દિદાર કરવા હવે વધુ સરળ બનશે, ભારતીય રેલ્વે આ વર્ષના અંત સુધી સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને રેલ્વે સાથે જોડવાનું કાર્ય પૂર્ણ કરવાની તડામાર તૈયારીઓમાં જોતરાયું છે.
આ સાથે જ રેલ્વે લાઈન કેવડિયા સુધી લંબાતા પ્રવાસીઓને પ્રોત્સાહન મળશે, અત્યારે અહી રોડ માર્ગથી પ્રવાસીઓ આવતા હોય છે,જો કે આ રેલ્વે સ્ટેશન કેવડિયામાં છે જે સ્ટેચ્યૂ ઓફ યૂનિટીથી 5 કિલો મીટરના અંતરે છે, રેલ્વે કેવડિયા સુધી પહોચતા પ્રવાસીઓનો માર્ગ સરળ બનશે
સાહીન-