1. Home
  2. revoinews
  3. નિતીશ કુમાર સરકારે મંત્રાાલયોની ફાળવણી કરી – ગૃહમંત્રાલય નિતીશ કુમાર જ સંભાળશે
નિતીશ કુમાર સરકારે મંત્રાાલયોની ફાળવણી કરી – ગૃહમંત્રાલય નિતીશ કુમાર જ સંભાળશે

નિતીશ કુમાર સરકારે મંત્રાાલયોની ફાળવણી કરી – ગૃહમંત્રાલય નિતીશ કુમાર જ સંભાળશે

0
Social Share
  • બિહારમાં મંત્રી પદની થઈ ફાળવણી
  • ગૃહમંત્રાલય નીતિશ કુમારે પોતાના પાસે જ રાખ્યું

બિહારમાં રાજ્યમાં અનેક લોકોએ મોદીજીને સમર્થન આપીને નિતીશ કુમારના શીરે જીતનો તાજ પહેરાવ્યો હતો, એનડીએ એ બીજેપી સાથે મળીને જંગ જીત્યા બાદ હવે મંત્રી પદની ફાળવણીનો વારો આવ્યો છે, નિતિશ કુમારના નેતૃત્વવાળી એનડીએ સરકારને સોમવારના રોજ રાજ્યપાલ ફાલ્ગુન ચૌહાણે પદ માટે શપથ ગ્રહણ કરાવ્યા હતા, ત્યાર બહાદ આજ રોજ મંગળવારના દિવસે કેબિનેટની બેઠકનું યોજન કરવામાં આવ્યું હતું જેમામં અનેક મંત્રીઓને વિભાગ સોંપવામાં આવ્યા છે.

આ વિભાગની ફાળવણીમાં મંગલ પાન્ડેના ભાગમાં સ્વાસ્થ્ય વિભઆગ, અશોક ચૌધરીને ભવન મંત્રાલય વિભાગની કામગીરી સોપવામાં આવી છે, આ સાથે જ 23 થી 27 નવેમ્બરના રોજ શીયાળુ સત્ર યોજાવા પર મહોર લાગી છે, આ સમયગાળા દરમિયાન તમામા નવા મંત્રીઓને પોતાના પદજભાર અંગે શપથ ગ્રહણ કરાવામાં આવશે, આ સપથ મંત્રીઓને પ્રોટેમ સ્પીકર દ્રારા લેવડાવવામાં આવશે, જેમાં પૂર્વ સીએમ જીતન રામ માંજી પ્રોટેમ સ્પીકરની ભિમિકા ભજવશે.

નિતીશ કુમારના મંત્રીઓ અને તેમને મળેલો વિભાગ

  • નીતીશ કુમાર – ગૃહમંત્રાલયની જવાબદારી પોતે જ સંભાળશે
  • તાર કિશોર પ્રસાદ – જેઓને વિત્ત વાણિજ્ય અને પર્યાવરણ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે તે ઉપરાતં શુશીલ કુમાર મોદીના તમામા કાર્યભાર પણ સંભાળશે
  • રેણું દેવી- મહિલા કલ્યાણ મંત્રાલયની જવાબદારી સંભાળશે
  • મંગલ પાન્ડે – સ્વાસ્થ્ય અને માર્ગ નિર્માણ મંત્રાલયની જવાબદારીનો કાર્યભાર સંભાળશે

શિક્ષણ મંત્રાલયનો કાર્યભઆર મેવાલાલ ચોધરીના શીરે આવ્યો છે, તો બીજી તરફ અશોક ચૌધરી ભવન નિર્માણ, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને લધુમતી કલ્યાણ મંત્રાલયની તમામા જવાબદારીઓ સંભાળશે, આ સાથે જ ગ્રામીણ વિકાસ અને ગ્રામીણ કાર્ય મંત્રાલયની જવાબદારીઓ  વિજય ચૌધરીના શીરે આવી છે

સંતોષ સુમન જેઓ નાના જળ સંસાધન મંત્રાલય સંભાળશે, તો વિજેન્દ્ર યાદવ  ઊર્જા, નોંધણી અને ઉત્પાદનો મંત્રાલયની જવાબદારી સંભાળશે , મુકેશ સાહની  મત્સ્યઉદ્યોગ અને પશુપાલન મંત્રાલય, જીવેશ કુમાર- પર્યટન મંત્રાલય, શ્રમ સંસાધન, ખાણકામની તમામા જવાબદારીઓ સંભાળશે.

સાહીન-

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code