- પીએમ મોદીએ જેસલમેરમાં ભારતીય સેનાના સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી
- તેઓની સાથે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ બિપીન રાવત, થલ સેનાધ્યક્ષ મનોજ નરવણે પણ હાજર રહ્યા
- પીએમ મોદીએ સેનાને સંબોધન પણ કર્યું
જેસલમેર: પીએમ મોદી દર વર્ષે સૈનિકો સાથે પોતાની દિવાળીની ઉજવણી કરી છે. આજ અંતર્ગત આ વખતે તેઓ દિવાળીની ઉજવણી કરવા માટે જેસલમેરમાં લૌંગેવાલામાં પહોંચ્યા છે. અહીંયા તેઓ સૈનિકો સાથે દિવાળી પર્વની ઉજવણી કરવા પહોંચ્યા છે. પીએમ મોદી વહેલી સવારે જેસલમેર પહોંચ્યા હતા. આ પ્રસંગે તેમની સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપીન રાવત, થલ સેનાધ્યક્ષ મનોજ મુકુંદ નરવણે પણ હાજર રહ્યા હતા.
પીએમ મોદીએ આ પ્રસંગે જવાનોને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું હતું કે આજે હું તમારા માટે દરેક ભારતવાસીઓની શુભકામના લઇને આવ્યો છું. આજે હું તમારા માટે પ્રેમ લઇને આવ્યો છું. આશિષ લઇને આવ્યો છું. હું આજે તે વીર માતા-બહેનો અને બાળકોને પણ દિવાળીની શુભકામના આપું છું અને તેમના ત્યાગને પણ નમન કરું છું. જેના લીધે તમે આજે અહીં સરહદ પર છો.
પીએમ મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે તમે ભલે બર્ફિલા પર્વત પર હોવ કે રણમાં હોવ, મારી દિવાળી તમારી વચ્ચે આવીને જ પૂરી થાય છે. તમારા ચહેરા પર રોનક જોઇને, ખુશી જોઇને મને ડબલ ખુશી થાય છે. તમારા આજ શૌર્યને નમન કરું છું. આજે ભારતના 130 કરોડ દેશવાસીઓ તમારી સાથે મજબૂતીથી ઊભા છે. આજે દરેક ભારતવાસીને તેની સૈનિક તાકાત અને તમારા શૌર્ય પર ગર્વ છે. ભારતની સૈન્ય શક્તિ સામે કોઇપણ આવી જાય પણ ટકી નહીં શકે.
आपके इसी शौर्य को नमन करते हुये आज भारत के 130 करोड़ देशवासी आपके साथ मजबूती से खड़े हैं।
आज हर भारतवासी को अपने सैनिकों की ताकत और शौर्य पर गर्व है।
उन्हें आपकी अजेयता पर, आपकी अपराजेयता पर गर्व है: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 14, 2020
દુશ્મનોને સંદેશ આપતા પીએમ મોદીએ કહ્યું હતું કે, સૈનિકોની અજયતા પર ગર્વ છે. હિમાલયની ઊંચી ટોચ હોય કે રણ કે પછી જંગલ કે સમુદ્ર દરેક પડકાર સામે તમારી વીરતા ભારે પડી છે. દુનિયાની કોઇપણ તાકાત આપણા વીર જવાનોને દેશની સીમાની સુરક્ષા કરતા રોકી નથી શકતી. દુનિયાના ઇતિહાસ સાક્ષી છે કે તે જ રાષ્ટ્ર સુરક્ષિત રહી શકે છે જેમાં આગળ વધવા માટે અંદર આક્રમણકારોના સામનો કરવાની ક્ષમતા હોય.
મોદીએ કહ્યું કે ભલે international cooperation કેટલું પણ આગળ ગયું હોય, સમીકરણો કેટલાય બદલાઇ કેમ ન ગયા હોય પણ અમે કદી નથી ભૂલતા કે સતર્કતા જ સુરક્ષાની રાહ છે. સજાગતા જ સુખ ચેન છે. સામર્થ્ય જ વિજયનો વિશ્વાસ છે અને સક્ષમતા જ શાંતિનો પુરસ્કાર છે. પીએમએ કહ્યું કે આજે દુનિયા જાણી ગઇ છે કે આ દેશ પોતાના હિતો સાથે કોઇ પણ રીતની સમજૂતી નહીં કરે. ભારતને આ પાવર તમારા પરાક્રમે આપી છે. તમે દેશને સુરક્ષિત રાખ્યો છે માટે ભારત આજે વૈશ્વિક મંચ પર ઉચ્ચ લેવલે પોતાની વાત મજબૂતીથી રાખી શકે છે. પીએમ મોદી આ પ્રસંગે કહ્યું કે હમણાં જ આપણી સેનાએ નિર્ણય લીધો છે કે તે 100 વધુ હથિયારો અને સામન વિદેશથી નહીં મંગાવે. હું સેનાના આ નિર્ણય માટે તેમને શુભકામના આપું છું. સેનાના આ નિર્ણય દેશવાસીઓને લોકલ માટે વોકલ થવાની પ્રેરણા આપે છે.
(સંકેત)