કોરોના બન્યો બેકાબૂ, દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 104 દર્દીના મોત
- કોરોના બન્યો બેકાબુ
- 24 કલાકમાં 104 દર્દીના મોત
- 7,053 સંક્રમિતોની પુષ્ટિ
દિલ્લી: રાજધાની દિલ્હીમાં ગુરુવારે કોરોનાથી થતા દૈનિક મોતનાં કેસોએ અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આરોગ્ય વિભાગે 24 કલાકમાં 104 દર્દીઓનાં મોતની પુષ્ટિ કરી છે, જે અત્યાર સુધીની સૌથી વધુ છે. આ અગાઉ જૂનમાં પણ વિભાગે 100 થી વધુ દર્દીઓના મોતની પુષ્ટિ કરી હતી.
જો કે, તેમાં થોડા દિવસો પહેલા મૃત્યુનાં આંકડા પણ સામેલ છે. ગુરુવારે 7,053 લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ હતી. રાહતની વાત છે કે 6,462 દર્દીઓ પણ સ્વસ્થ હતા. આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા હેલ્થ બુલેટિન મુજબ સંક્રમણના કુલ 4,67,028 દર્દીઓ છે.તેમાંથી 4,16,580 સાજા થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 7,332 લોકોનાં મોત નિપજ્યાં છે. એકંદરે સંક્રમણનો દર વધીને 8.77 ટકા થયો છે. હાલમાં 43,116 સક્રિય દર્દીઓ છે. તેમાંથી 26,252 દર્દીઓ ઘરે સારવાર લઈ રહ્યા છે, જ્યારે 8,588 દર્દીઓ હોસ્પિટલોમાં દાખલ છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં 53,22,274 લોકોની તપાસ થઇ ચુકી છે.
દર 10 લાખ વસ્તીમાં 2,80,119 લોકોના ટેસ્ટ થઇ ચુક્યા છે. કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યા વધીને 4,141 થઈ ગઈ છે. દિલ્હીમાં કોરોના વાયરસ મૃત્યુ દર 1.57% છે. છેલ્લા 10 દિવસનો દર હવે એક ટકાથી વધુ થઇ ગયો છે.
દિલ્હીમાં અત્યાર સુધીમાં કુલ 4,67,028 સંક્રમણની પુષ્ટિ થઈ છે. તેમાંથી 4,16,580 દર્દીઓ સ્વસ્થ થઇ ચુક્યા છે. રાજધાનીમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં કુલ 7,332 દર્દીઓનાં મોત નિપજયા છે. રાજ્યમાં મૃત્યુ દર હવે 1.57 ટકા છે. કુલ 43,116 સક્રિય દર્દીઓ છે. જેમાંથી 26,252 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. દિલ્હીમાં કન્ટેન્ટ ઝોનની કુલ સંખ્યા 4,141 રહી છે.
_Devanshi