દેશની અર્થવ્યવસ્થામાં સુધારાના સંકેત – નવેમ્બર મહિનાની શરુઆતમાં જ નિકાસમાં વધારો
- દેશની અર્થવ્યવસ્થામાં સુધારાના સંકેત
- નવેમ્બર મહિનાની શરુતમાં જ નિકાસમાં વધારો
સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી બાદ લોકડાઉન કરવાની ફરજ પચી હતી, દેશમાં લોકડાઉનના કારણે અનેક આર્થિક સ્તરે અસર જોવા મળી રહી હતી, જો કે હવે દેશની અર્થવ્યવસ્થા સુધરતી જોવા મળી રહી છે,પરિસ્થિતિ સામાન્ય થતાની સાથે સાથે દેશમાં અનેક ઉદ્યોગોને વેગ મળી રહ્યો છે.
ખાસ કરીને નવેમ્બર મહિનાની શરાતમાં જ દેશમાં નિકાસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે, નિકાસ વ્યવસાયમાં સુધારો થવાના સંકેતમળી રહ્યા છે. નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં 6.75 અરબ ડોલરની નિકાસ કરવામાં આવી હતી, જે વર્ષ-દર-વર્ષની સરખામણીમાં 22.47 ટકા વદ્ધી દર્શાવે છે. આ નિકાસમાં ખાસ કરીને દવાઓ, રત્ન અને ઝવેરાત અને એન્જિનિયરિંગ ક્ષેત્ર એ મજબૂત યોગદાન આપ્યું છે. મંગળવારના રોજ અધિકારી દ્વારા આ માહિતી જારી કરવામાં આવી હતી
એક વર્ષ પહેલા નવેમ્બરના પહેલા અઠવાડિયામાં 5.51 અરબ ડોલરની નિકાસ કરવામાં આવી હતી. આ વર્ષે નવેમ્બરમાં તેમાં 1.25 અરબ ડોલરની વૃદ્ધિ નોંધાઈ છે. ટકાવારીમાં આ આંકડો 22.47 ટકા રહ્યો છે. અધિકારીએ જણાવ્યું કે, આયાત 1 થી 7 નવેમ્બર 2020 દરમિયાન 13.64 ટકા વધીને 9.30 અરબ ડોલર થઈ છે, જે એક વર્ષ અગાઉના સમાન ગાળામાં 8.19 અરબ ડોલર રહી હતી.
પેટ્રોલિયમ સિવાયના માલની આયાતમાં 23.37 ટકાનો વધારો નોંધાયો છે. વેપાર ખાધની વાત કરીએ તો તે 2.55 અરબ ડોલરનો રહ્યો છે. દવાઓ, રત્ન અને ઝવેરાતની નિકાસ અનુક્રમે 3૨ ટકા વધીને 13.91 ડોલર,88.8 થી વધીને 336.07 કરોડ ડોલર રહી છે. એ જ રીતે, એન્જિનિયરિંગ ગુડ્સની નિકાસ 16.7 ટકા વધીને 21.51 કરોડ ડોલર પર પહોંચી ગઈ છે.
સાહીન-