1. Home
  2. revoinews
  3. બિહાર ચૂંટણી પરિણામ: 3 કરોડ વોટની ગણતરી પૂરી, મોડી રાતે આવી શકે છે પરિણામ
બિહાર ચૂંટણી પરિણામ: 3 કરોડ વોટની ગણતરી પૂરી, મોડી રાતે આવી શકે છે પરિણામ

બિહાર ચૂંટણી પરિણામ: 3 કરોડ વોટની ગણતરી પૂરી, મોડી રાતે આવી શકે છે પરિણામ

0
Social Share
  • બિહાર વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઇ ચૂકી છે
  • અત્યારે NDA બહુમતિથી નીચે, 123 બેઠકો પર આગળ, ગઠબંધન 113 બેઠકો પર આગળ
  • અત્યારસુધી 3 કરોડ વોટની ગણતરી પૂરી થઇ ચૂકી છે
  • ચૂંટણી પંચ અનુસાર મોડી રાત સુધી પરિણામ આવી શકે છે

પટના: બિહારમાં ફરી એકવાર એનડીએની સરકાર બનતી દેખાઇ રહી છે. રૂઝાનોમાં એનડીએ અને મહાગઠબંધન વચ્ચે કાંટે કી ટક્કર ચાલી રહી છે. ચૂંટણી પંચ અનુસાર અંતિમ પરિણામ આવતા મોડી રાત સુધીનો સમય થઇ શકે છે. હજુ પરિણામ નથી આવ્યું એટલે બંન્ને પક્ષોએ હજુ પણ ચુપકીદી રાખી છે જો કે NDAમાં જશ્ન માટેની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે.

ચૂંટણી પરિણામ અપડેટ્સ

ચૂંટણી પંચ અનુસાર કોરોના સંકટને કારણે મતોની ગણતરી મોડી રાત સુધી ચાલશે. કોરોનાને કારણે મતગણતરીના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

બિહારમાં ફરી એક વાર તસવીર બદલાઇ રહી છે. એનડીએ ફરી બહુમતિથી નીચે આવી ગયું છે. 6 વાગ્યા સુધી એનડીએ 123 બેઠકો પર આગળ છે, જ્યારે મહાગઠબંધન 113 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે.

ચૂંટણી પંચ અનુસાર, સાંજે 5.30 વાગ્યા સુધી 3 કરોડ વોટની ગણતરી થઇ ચૂકી છે.

ચૂંટણી પંચની અધિકૃત વેબસાઇટ અનુસાર, 22 બેઠકો પર અંતિમ પરિણામ આવી ચૂક્યું છે.

ચૂંટણી પંચ અનુસાર, ભાજપ 6, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા 1, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ 2, જેડીયુ 4, રાજદ 6, વિકાસશીલ ઇન્સાન પાર્ટી 2, AIMEIM 1 બેઠક પર જીતી ચૂકી છે.

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો માટે મતગણતરી આજ સવારે 8 વાગ્યાથી શરૂ થઇ ચૂકી છે. 55 મતગણતરી કેન્દ્રોમાં 414 હોલ બનાવવામાં આવ્યા છે. સૌથી પહેલા પોસ્ટલ બેલેટ ગણવામાં આવી રહ્યું છે અને ત્યારબા ઇવીએમના મતની ગણતરી થશે. આપને જણાવી દઇએ કે બિહારમાં ત્રણ તબક્કામાં 28 ઑક્ટોબર, 3 નવેમ્બર અને 7 નવેમ્બરે મતદાન થયું હતું.

હાલના વલણ પર નજર કરીએ તો અનેક વિધાનસભા બેઠકો પર કાંટે કી ટક્કર જોવા મળી રહી છે. બિહારગંજથી કોંગ્રેસ માત્ર 8 મતથી આગળ ચાલી રહી છે. કસબામાં એલજેપી પાંચ મતથી આગળ છે. છપરામાં આરજેડી 6 મતથી આગળ ચાલી રહી છે.

લેટેસ્ટ વલણ અનુસાર ભાજપ 72, આરજેડી 65, જેડીયુ 47, કોંગ્રેસ 21, લેફ્ટ 19, વીઆઈપી 6 અને અન્ય 11 સીટ પર આગળ છે.

ચૂંટણી પંચના વલણો મુજબ, એનડીએના 119 ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. જેમાં બીજેપીના 61. જેડીયૂના 51, વિકાસશીલ ઇન્સાન પાર્ટીના 6 ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. તો બીજી તરફ મહાગઠબંધન 100 સીટો પર આગળ છે. જેમાં આરજેડી-62, કૉંગ્રેસ-20, લેફ્ટ-18, બહુજન  સમાજ પાર્ટી 1 સીટ પર આગળ ચાલી રહી છે.

બિહારમાં એકવાર ફરી એનડીએની સરકાર બનતી નજર આવી રહી છે ત્યારે દિલ્હીમાં બીજેપી કાર્યાલયમાં જશ્નની તૈયારીઓ ચાલી રહી છે. મંચ સજાવવામાં આવ્યો છે. જો કે હાલમાં કોઇપણ પ્રકારના કાર્યક્રમો કન્ફર્મ નથી. જ્યાં સુધી અંતિમ પરિણામ ના આવી જાય ત્યાં સુધી બીજેપી પ્રતિક્ષા કરશે.

આપને જણાવી દઇએ કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં ત્રણ તબક્કામાં 7.34 કરોડ મતદારોમાંથી 57.05 ટકા લોકોએ મતદાન કર્યું હતું. વર્ષ 2015માં 56.66 ટકા મતદાન થયું હતું. આ વખતે 3733 ઉમેદવારો મેદાનમાં છે. જેમાંથી 3,362 પુરુષ અને 370 મહિલાઓ તેમજ 1 ટ્રાન્સજેન્ડર છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code