- ઉદ્વવ ઠાકરે સરકારે આપ્યા સંકેત
- મહારાષ્ટ્રમાં દિવાળી બાદ ધાર્મિક સ્થળો ખલી શકે છે
- હાલ દિવાળીના કારણે મંદિરો તેમજ અન્ય ઘાર્મિક સ્થળો બંધ રહેશે
મુંબઈ -: કોરોના કાળને લઈને સમગ્ર દેશમાં અનેક જાહેર સ્થળો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો,ત્યારે મહારાષ્ટ્રમાં હાલ પણ નેક જગ્યાઓ એ ધાર્મિક સ્થળો બંધ રાખવામાં આવ્યા છે કારણે કે વધતા કોરોનાના કહેર વચ્ચે આ નિર્ણય લેવો યોગ્ય હતો.
ત્યારે હવે મહારાષ્ટ્રમાં પણ ઘાર્મિક સ્થળોને ખોલવાની પરવાનગી થોડા સમયમાં મળી શકે છે,આ બાબતે સીએ ઉદ્ધવ ઠાકરે એ પૃષ્ટિ કરી હતી,તેમણે કહ્યું કે, અમે ખુબ જ જલ્દી મંદિરો તેમજ બીજા ઘાર્મિક સ્થળોને ખોલવા બાબતે વિચાર કરી રહ્યા છીએ, બસ દિવાળી પુરી થવાની રાહ જોવાઈ રહી છે.
તેમણે વધુમાં કહ્યું કે, મંદિર તથા ધાર્મિક સ્થળોની બહાર ચપ્પલ,શૂઝ ભલે ઉતારવામાં આવે પરંતુ માસ્ક કોઈ પણ સજોગોમાં પહેરવાનું રેહેશે કારણ કે જો ક પણ કોરોનાનો દર્દી ભીડભાળ વાળી જગ્યાએ ફરતો હશે તો તે એક સાથે 400 લોકોને સંક્રમિત કરી શકે છે.
મહારાષ્ટ્ર સરકારે બે દિવસ અગાઈ ગાઈડલાઈન જારી કરી હતી
હાલ બે દિવસ પહેલાજ મહારાષ્ટ્ર સરકારે દિવાળી માટે ગાઈડલાઈન જારી કરી હતી, તેમણે રાજ્યની તમામા જનતાને દિવાળઈનો પર્વ બીજા તહેવારોની જેમ સાદગીથી ઉજવવા માટે અપીલ કરી હતી, તેમણે કહ્યું હતું કે, કોરોના મહામારીને કારણે હાલ રાજ્યના મંદિરો ખોલવામાં આવશે નહી જેથી જનતા દિવાળીના પર્વ પર ઘરમાંજ પૂજા-અર્ચના કરે, તેની સાથે સાથે સાર્વજનિક જગ્યાઓ પર લોકો એકઠા થઈને ભીડ ન કરે, આ સાથે જ સેનેટાઈઝરનો ઉપયોગ મહત્તમ કરવા જણાવાયું હતું.
આ સાથે જ ફટાકડા ન ફઓળવા માટે પણ અપીલ કરવામાં આવી હતી, કહેવામાં આવ્યું હતું કે, મહારાષ્ટ્ર અને સમગ્ર દેશ કોરોના મહામારીમાંથી પસાર થઈ રહ્યો છે એટલા માટે ફટાકડા ફોડીને પર્યાવરણ પ્રદુષિત કરવાને બદલે પર્યાવરણ સુરક્ષિત કરવા પર ધ્યાન આપવામાં આવે તે હિતાવહ છે
સાહીન-