1. Home
  2. revoinews
  3. ઈસરો 7 નવેમ્બરના રોજ લોન્ચ કરશે ‘EOS-01’ નામનો ખાસ સેટેલાઈટ -જે દેશના દુશ્મનો પર રાખશે બાજ નજર
ઈસરો 7 નવેમ્બરના રોજ લોન્ચ કરશે ‘EOS-01’ નામનો ખાસ સેટેલાઈટ -જે દેશના દુશ્મનો પર રાખશે બાજ નજર

ઈસરો 7 નવેમ્બરના રોજ લોન્ચ કરશે ‘EOS-01’ નામનો ખાસ સેટેલાઈટ -જે દેશના દુશ્મનો પર રાખશે બાજ નજર

0
Social Share
  • ઈસરો લોન્ચ કરશે ખાસ સેટેલાઈટ ‘EOS-01’
  • અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ પૃથ્વી પર રાખશે બાજ નજર
  • પીએસએલવી-સી 49 રોકેટ મારફત લોન્ચ કરશે

 

ભારતીય અંતરીક્ષ સંશોધન સંગઠન આ વર્ષનો પોતાનો ફોટો સેટેલાઇટ 7 નવેમ્બરના રોજ લોન્ચ કરવા જઇ રહ્યા છે. કોરોના મહામારીને કારણે ઈસરોના કેટલાક પ્રોજેકટ્સ થંભી ગયા હતા હવે દેશમાં સ્થિતિ સુધારાવાળી જણાતા તેમાં ઘીરે ઘીરે વેગ આવી રહ્યો છે. આ શ્રેણીમાં હવે આરો સેટેલાઇટ ‘ઇઓએસ -01’ અટલે કે, અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ નામનો આ ખાસ સેટેલાઈટ  કે, જે પીએસએલવી-સી 49 રોકેટ મારફત લોન્ચ કરવામાં આવનાર છે.

ઈસરોના આ મિશનને એટલા માટે ખાસ ગણવામાં આવી રહ્યું છે કે, ઈસરો પીએસએલવી-સી49 લિથુઆનિયાનો એક, લગ્ઝમ્બર્ગના ચાર અને અમેરીકાના 4 કુલ 9 કસ્ટમર સેટેલાઇટ પણ લોન્ચ કરનાર છે.આ તમામ સેટેલાઇટ ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડની એક કમર્શિયલ એગ્રિમેન્ટ હેઠળ  લોન્ચ કરવામાં આવનાર છે.

જાણો ‘EOS-01’ સેટેલાઈટની ખાસિયતો

  • ભારતના ‘ઇઓએસ -01’ વિશે જો વાત કરીએ તો, આ સેટેલાઇટ એક અર્થ ઓબ્ઝર્વેશન રીસેટ સેટેલાઇટ છે.
  • આ એડવાન્સ વર્ઝનમાં સિન્થેટિક અપર્ચર રડાર છે જે કોઈપણ સમયે અને હવામાનમાં પૃથ્વીનું નિરીક્ષણ કરવાની ક્ષમતા ધરાવે છે.
  • આ સેટેલાઇટ  થકી ભારતીય સેનાને  સરહદો પર બાજ નજર રાખવામાં
  • આ સેટેલાઈટનો ઉપયોગ  ખેતી, વનીકરણ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં પણ કરવામાં આવી શકે છે.
  • આ સેટેલાઇટ 7 નવેમ્બરના રોજ શ્રીહરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટરથી બપોરે 3ને 2 મિનિટે લોન્ચ કરવામાં આવશે

આ મિશન બાદ ડિસેમ્બરમાં GSAT-12R આર કમ્યુનિકેશન સેટેલાઇટ લોન્ચ કરવાની ઈસરોની યોજના છે. જેને પીએસએલવી-સી 50 રોકેટ દ્વારા લોન્ચ કરવાની યોજના છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019 ડિસેમ્બરમાં ઈસરોએ પોતાનો છેલ્લો સેટેલાઈટ લોન્ચ કર્યો હતો.

સાહીન-

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code