- ગુજરાત સરકારે વર્ષ 2021ની જાહેર રજાઓની યાદી કરી જાહેર
- તેમાં કુલ 22 જાહેર રજાઓનો સમાવેશ થાય છે
- આગામી વર્ષે શુક્ર-શનિના દિવસોમાં કુલ 9 રજાઓ આવશે
ગાંધીનગર: વર્ષ 2020ની દિવાળીના પર્વને લઇને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હવે ગુજરાત સરકારે વર્ષ 2021ની જાહેર રજાઓની યાદી જાહેર કરી દીધી છે. જેમાં કુલ 22 જાહેર રજાઓનો સમાવેશ થાય છે. આ સિવાય ચાર જાહેર રજાઓ રવિવારે આવતી હોવાથી તેમને ગણતરીમાં નથી લેવાઇ.
વર્ષ 2021ની જાહેર રજાઓ પર નજર કરીએ તો તેમાં શુક્ર-શનિના દિવસોમાં કુલ 9 રજાઓ આવે છે. જેમાં ગુડ ફ્રાઇડે (બીજી એપ્રિલ, શુક્રવાર), પરશુરામ જયંતિ (14 મે, શુક્રવાર), રમજાન ઇદ (14 મે, શુક્રવાર), સવંત્સરી (10 સપ્ટેમ્બરે, શુક્રવાર), ગાંધી જયંતિ (2 ઑક્ટોબર, શનિવાર), દશેરા (15 ઑક્ટોબર, શુક્રવાર), નવું વર્ષ (5 ઑક્ટોબર, શુક્રવાર), ભાઇબીજ (6 નવેમ્બર, શનિવાર), ગુરુ નાનક જયંતિ (19 નવેમ્બર, શુક્રવાર) અને ક્રિસમસ (25 ડિસેમ્બર, શનિવાર) નો સમાવેશ થાય છે.
જાહેર રજાઓનું લિસ્ટ
1 મકરસંક્રાતિ – 14 જાન્યુઆરી, ગુરુવાર
2. પ્રજાસત્તાક દિન- 26 જાન્યુઆરી, મંગળવાર
3. મહાશિવરાત્રી- 11 માર્ચ, ગુરુવાર
4. ધૂળેટી- 29 માર્ચ, સોમવાર
5. ગુડ ફ્રાઈડે- 2 એપ્રિલ, શુક્રવાર
6. ચેટીચંડ- 13 એપ્રિલ, મંગળવાર
7. આંબેડકર જયંતિ- 14 એપ્રિલ, બુધવાર
8. રામનવમી- 21 એપ્રિલ, બુધવાર
9. પરશુરામ જયંતિ- 14 મે, શુક્રવાર, રમઝાન ઈદ પણ આ જ દિવસે છે.
10. બકરી-ઈદ- 21 જુલાઈ, બુધવાર
11. પતેતી- 16 ઓગષ્ટ, સોમવાર
12. મોહરમ- 19 ઓગષ્ટ, ગુરુવાર
13. જનમાષ્ટમી- 30 ઓગષ્ટ, સોમવાર
14. સંવત્સરી- 10 સપ્ટેમ્બર, શુક્રવાર
15. ગાંધીજયંતિ- 2 ઓક્ટોબર, શનિવાર
16. દશેરા- 15 ઓક્ટોબર, શુક્રવાર
17. ઈદ-એ-મિલાન- 19 ઓક્ટોબર, મંગળવાર
18. દિવાળી- 4 નવેમ્બર, ગુરુવાર
19. નવું વર્ષ- 5 નવેમ્બર, શુક્રવાર
20. ભાઈબીજ- 6 નવેમ્બર, શનિવાર
21. ગુરુનાનક જયંતિ- 9 નવેમ્બર, શુક્રવાર
22. ક્રિસમસ- 25 ડિસેમ્બર, શનિવાર
વર્ષ 2021માં સોમવારના રોજ ત્રણ રજાઓ આવે છે. હોળી (29 માર્ચ), પતેતી (16 ઑગસ્ટ), જન્માષ્ટમી (30 ઑગસ્ટ) જેવા ત્રણ તહેવારો પર આવતી જાહેર રજા સોમવારે આવે છે.
આગામી વર્ષે રવિવારના દિવસે ચાર જાહેર રજાઓ આવી રહી છે. જેમાં મહાવીર જયંતિ, 15મી ઑગસ્ટ, રક્ષાબંધન અને સરદાર પટેલ જયંતિનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે સરકારે 44 જેટલા તહેવારોને વૈકલ્પિક હોલીડે જાહેર કર્યા છે. જેમાં કોઇપણ સરકારી કર્મચારી વધુમાં વધુ 2 વૈકલ્પિક હોલીડે મુખ્ય હોલીડેની અવજીમાં લઇ શકે છે.
(સંકેત)