- કોરોના વેકસીન પર મ્યાનમાર, બાંગ્લાદેશ સાથે ચર્ચા
- બંને દેશો સાથે મળીને વિકાસની સંભાવના
- પીએમ મોદી પહેલેથી જ દેશોને કરી રહ્યા છે મદદ
નવી દિલ્લી: કોરોનાવાયરસ વેક્સીન બનાવવા માટે ભારતે મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે ભાગીદારી વધારી દીધી છે. આ અંગે બંને દેશોના અધિકારીઓ સાથે વ્યક્તિગત અને વર્ચુઅલ બેઠકોમાં પણ ચર્ચા કરવામાં આવી છે. આ મહિનાની શરૂઆતમાં વિદેશ મંત્રાલયના ભારતીય પ્રતિનિધિમંડળ 17 થી 19 ઓક્ટોબર દરમિયાન બાંગ્લાદેશની મુલાકાતે આવ્યા હતા. આ સમય દરમિયાન ભારતમાં વેક્સીન વિકાસના વર્તમાન તબક્કા અને બાંગ્લાદેશમાં ક્લિનિકલ ટ્રાયલ્સની વિધિઓ વિશે અર્થપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી.
અધિકારીઓ વચ્ચે યોજાઈ ચૂકી છે બેઠક
આ મામલે મ્યાનમાર સાથે વર્ચુઅલ બેઠક થઈ છે. વિદેશ મંત્રાલયનું કહેવું છે કે, વેક્સીન બનાવવાના સંબંધમાં જેવી પણ સ્થિતિ બનશે બંને દેશ ચર્ચા કરશે અને સહયોગની વિધિ પર પણ નિર્ણય લેશે. “ભારતના વિદેશ સચિવ હર્ષ શ્રુંગલા એ બંને દેશોની મુલાકાત લીધી હતી. આ સમય દરમિયાન કોરોના કાળમાં સહયોગ અને કોવિડ -19 વેક્સીન પર ચર્ચા મુખ્ય કેન્દ્ર બિંદુ હતું. આ મહિનાની શરૂઆતમાં સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવને મ્યાનમારની મુલાકાત દરમિયાન ભારતે સ્ટેટ કાઉન્સેલર આંગ સાન સૂ ને એન્ટી કોવિડ દવાઓના 3000 પેકેટસનો માલ ભેટમાં આપ્યો હતો. આ મદદ ભારતની મ્યાનમાર પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે.
પીએમ મોદીએ પહેલા જ કરી હતી જાહેરાત
સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે, ભારતની રસી ઉત્પાદન અને વિતરણ ક્ષમતાનો ઉપયોગ કોવિડ -19 મહામારી સામે લડવામાં સંપૂર્ણ માનવતાને મદદ કરવા માટે કરવામાં આવશે. આ વિચાર સાથે ભારતે 150થી વધુ દેશોમાં એચસીક્યુ,પેરાસીટામોલ જેવી દવાઓ મોકલી. ભારતે બે તાલીમ મોડ્યુલ આયોજિત કર્યા છે જેમાં 90 જેટલા આરોગ્ય નિષ્ણાતો અને વૈજ્ઞાનિકોએ ભાગ લીધો છે.
_Devanshi