- ભાજપના કાર્યકરોની હત્યા પાછળ લશ્કરનો હાથ
- સેનાના નિશાન પર લશ્કરના ૩ આતંકીઓ
- ધ રેસિસટેન્સ ફ્રંટએ લીધી આ હુમલાની જવાબદારી
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કુલગામમાં ગુરુવારે રાત્રે થયેલા આતંકી હુમલામાં માર્યા ગયેલા 3 બીજેપી કાર્યકરોની હત્યાની જવાબદારી લશ્કરના આતંકીઓએ લીધી છે. ભારતીય સુરક્ષાદળોએ હવે આ આતંકીઓને પકડવા ચક્રોગતિમાન કર્યા છે. લશ્કરના ત્રણ આતંકીઓ હાલમાં ભારતીય સુરક્ષાદળોના નિશાના પર છે.
સમગ્ર મામલે જમ્મુ-કાશ્મીર પોલીસના આઈજીનું કહેવું છે કે, 5 ઓગસ્ટ પહેલા અમારી ટીમે 16 થી 19 લોકોની લિસ્ટ તૈયાર કરી હતી અને આ લોકોને જુદી-જુદી હોટલોમાં રાખવામાં આવ્યા હતા. આ લોકોમાં ફિદા હુસેન પણ હતા. જોકે,થોડા દિવસ પહેલા તેઓ શપથ પત્ર આપીને ઘરે ચાલ્યા ગયા હતા. અમારી ટીમ આ વાતની પણ તપાસ કરી રહી છે કે, ફિદા હુસેન ઘરેથી આટલા દુર શું કરવા આવ્યા હતા… જ્યાં આતંકીઓએ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો.
જમ્મુ-કાશ્મીરના આઈજીના જણાવ્યા મુજબ,આ ઘટના જોયા પછી એવું લાગે છે કે, આતંકીઓને પહેલેથી જ ખબર હતી કે બીજેપીના કાર્યકરો ઘટના સ્થળે આવી રહ્યા છે. પહેલા બીજેપી કાર્યકરોની કારને અનુસરવામાં આવી હતી અને ત્યારબાદ ફાયરિંગની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આઈજીએ કહ્યું કે, પાકિસ્તાન સ્પોન્સર ટેરીજ્મ છે. ભારતીય સુરક્ષાદળોના જણાવ્યા મુજબ, આ સમગ્ર ઘટનામાં અબ્બાસ શેખ અને નિસાર શામેલ છે.
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓએ બીજેપી યુવા મોરચાના મહાસચિવ સહિત 3 કાર્યકરોની ગોળી મારીને હત્યા કરી હતી. આ ઘટનાની જવાબદારી લશ્કર-એ-તૈયબાના સમર્થક આતંકી સમૂહ, રેસિસટેન્સ ફ્રંટે લીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટનાની નિંદા કરતા દુઃખ વ્યક્ત કર્યું હતું. પીએમ મોદીએ પોતાના ટવિટમાં લખ્યું કે, “હું મારા ત્રણ યુવા કાર્યકરોની હત્યાની નિંદા કરું છું. જમ્મુ-કાશ્મીરમાં સારું કામ કરી રહ્યા હતા. દુઃખની આ ઘડીમાં મારા વિચારો તેમની સાથે છે. તેમના આત્માને શાંતિ મળે.”
_Devanshi